ગુરુવાર, 16 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated : શનિવાર, 21 જાન્યુઆરી 2017 (00:34 IST)

બજેટ 2017-18 : સસ્તા હોમ લોનની ભેટ આપી શકે છે કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરશે અને એવી અટકળો છે કે નવા બજેટમાં મિડલને અપર મિડલ ક્લાસ માટે હાઉસિંગ લોન પર વ્યાજમાં છૂટ આપવાની સ્કીમ લાવી શકાય છે. 
 
કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરવા જઈ રહી છે.  આવામાં બધી અટકળો છે કે નવા બજેટમાં શુ ખાસ હશે. બીજી બાજુ અનેક એક્સપર્ટ્સનુ માનવુ છે કે મિડલ અને અપર મિડલ ક્લાસને મનાવવાની કોશિશમાં મોદી સરકાર હાઉસિંગ લોન પર વ્યાજમાં છૂટની ભેટ આપી શકે છે.  નવી સ્કીમનો ફાયદો એ લોકોને પણ મળી શકશે જેમની ઈનકમ એક કે બે લાખ રૂપિયા મહિનાની છે. આવુ પહેલીવાર છે કે જ્યારે કેન્દ્ર સરકાર આ ઈનકમ ગ્રુપના લોકો માટે કોઈ સ્કીમ લોન્ચ કરશે.  સમાચાર મુજબ જલ્દી નવી સ્કીમ શરૂ કરવામા આવશે. 
 
બીજી બાજુ ઓછા વ્યાજ દરવાળા લોન આપવા માટે સરકાર નેશનલ હાઉસિંગ બેંક અને હુડકોને નોડલ એજંસી બનાવશે. બીજી બાજુ આ સ્કીમ એ લોકોને વધુ ફાયદો આપવા માટે લાવવામાં આવશે જેમના નામે દેશમાં બીજે ક્યાય ઘર નથી. સરકારની કોશિશ રહેશે કે આ લાભ બધા સુધી સરળતાથી પહોંચી શકે. હાલ આ સ્કીમનુ નામ મુકવુ હજુ બાકી છે.  મિડલ ઈનકમ ગ્રુપ સાથે જોડાયેલી યોજના હોવાને કારણે તેના  નામમાં MIG જોડી શકાય છે. 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધીના 50 દિવસ પૂરા થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઉસિંગ લોન પર સબસીડી આપવાનો ઉલ્લેખ કર્યો હઓત્  પણ તેમને એ સમયે એ નહોતુ બતાવ્યુ કે આ સુવિદ્યા કયા ઈનકમ ગ્રુપના લોકો માટે હશે.