શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (14:51 IST)

હવે ડિસેમ્બરથી PF ના પૈસા ઓનલાઈન કાઢી શકશો, કંપનીમાં ધક્કા નહી ખાવા પડે...

પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા ઈમ્પ્લોઈઝ માટે સારા સમાચાર છે. ડિસેમ્બરથી પ્રાઈવેટ કંપનીના ઈમ્પ્લોઈઝ પોતાના પ્રોવિડેંટ ફંડ(PF) ના પૈસા ઓનલાઈન કાઢી શકશે. તેમને આ પૈસા માટે કંપનીના ચક્કર નહી લગાવવા પડે.  EPFO આ માટે ડાટા ઈંટીગ્રેશનના કામને અંતિમ રૂપ આપી રહ્યા છે. EPFO એ જુદુ સોફ્ટવેયર ડેવલોપ કર્યુ.. 
 
- EPFO ના સેંટ્રલ પ્રોવિડેંટ ફંડ કમિશ્નર ડો. વી.પી. જૉયે જણાવ્યુ કે આ માટે ડાટા ઈંટીગ્રેશન નુ કામ ચાલી રહ્યુ છે. ડિસેમ્બરથી ઓનલાઈન પીએફ વિડ્રોઅલની સુવિદ્યા શરૂ કરવામાં આવશે.  
- આ માટે EPFO એ જુદુ સોફ્ટવેયર ડેવલોપ કર્યુ છે. 
- વર્તમાન સમયમાં EPFO ના એક્ટિવ એકાઉંટ હોલ્ડર્સની સંખ્યા 3.6 કરોડ છે. 
 
હાલ પીએફ વિડ્રોઅલનો શુ છે પ્રોસેસ ?
 
- હાલ તમે મૈનુઅલ પ્રોસેસ દ્વારા ઈપીએએફ વિડ્રોઅલ કરી શકો છો. 
- ઈપીએફ વિડ્રોઅલ માટે જરૂરી છે કે તમે ઓછામાં ઓછા બે મહિનાથી બેરોજગાર હોય 
- આ માટે ફોર્મ 10C અને ફોર્મ 19 ભરવાનુ હોય છે. 
- તમારે આ ફોર્મ યૂએન નંબર સાથે જૂના ઓર્ગેનાઈઝેશનમાં આપવાનુ હોય છે. 
- જૂનુ ઓર્ગેનાઈઝેશન તમારી બધી ડિટેલ વેરિફાઈ કર્યા પછી ફોર્મને ઈપીએફ ઓફિસને મોકલી આપે છે. 
- સામાન્ય રીતે આ પ્રોસેસમાં 15 દિવસથી એક મહિનાનો સમય લાગે છે. 
 
શુ કહે છે પીએફ કમિશ્નર 
 
- સેંટ્રલ પ્રોવિડેંડ ફંડ કમિશ્નર જૉયના મુજબ વર્તમાન સમયમાં મૈનુઅલ પ્રોસેસના હેઠળ અમે મોટાભાગના પીએફ વિડ્રોઅલ 15 દિવસની અંદર કરી દે છે. 
- જેનાથી થોડો પીએફ વિડ્રોઅલ 3 દિવસની અંદર પણ થઈ જાય છે. 
- પીએફ ફોર્મમાં કોઈભૂલ કે કોઈ માહિતી અધૂરી છે તો આ કંડીશનમાં 15 દિવસથી વધુ સમય લાગે છે. 
- વર્તમાન સમયમાં મોટા પાયા પર કર્મચારી કોંટ્રેક્ટ પર કામ કરે છે અને જલ્દી જલ્દી નોકરી બદલે છે. જેને કારણે પીએફ વિડ્રોઅલ રેટ વધુ છે.