મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

આઇ.સી.આઇ.સી.આઇ બની મજબૂત

દેશમાં ખાનગીક્ષેત્રની સૌથી મોટી આઇ.સી.આઇ.સી.આઇ બેંકના શેરમાં આજે બજાર ખુલતાં 10 ટકા વધારો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકન બેંક લેહમેન ડૂબતાં આઇ.સી.આઇ.સી.આઇ બેંક અંગે પણ અનેક તર્ક વિતર્કો ઉઠ્યા હતા.

મુંબઇ શેર બજાર (બીએસઇ)માં રૂ. 463.80એ ખુલેલ કંપનીના શેરમાં 10.56 ટકાનો વધારો નોંધાતાં શેર રૂ. 470ના ભાવે પહોંચ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજ (એન.એસ.ઇ)માં આ શેર અગાઉના બંધ ભાવમાં 7.61 ટકાનો વધારો થતાં રૂ. 499.80ના ભાવ સાથે શેર મજબૂત સ્થિતિમાં પહોચ્યો હતો.

બેંકના સીઇઓ વી.કે.કામથ દ્વારા અપાયેલા આશ્વાસન બાદ સોમવારે આઇ.સી.આઇ.સી.આઇ બેંકના શેર 17 ટકા જેટલો ઉંચકાયો છે.