શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By એએનઆઇ|

દિલ્હી બ્લાસ્ટની સેંસેક્સ પર અસર

દિલ્હીમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની પ્રતિકુળ અસર શેરબજાર પર પડી હતી. આજે સવારે કારોબાર શરૂ થતાની સાથે જ સેંસેકસમાં 800 પોઈંટનો અભૂતપૂર્વ કડાકો બોલી ગયો હતો. શેરો તેમની સાથે નીચી સપાટીએ પહોચી ગયા હતાં. આજે વિશ્વભરના મૂડીરોકાણોનો વિશ્વાસ તૂટી ગયો હતો.

અમેરિકન ઈંનવેસ્ટમેંટ બેંક લહેમનના પતનના સમાચારથી આ સ્થિતિ સર્જાઈ હતી. બેંક ઓફ અમેરિકા અને બારકલે દ્વારા ખરીદી માટેની વાતચીત પડતી મૂકાતા અનિશ્ચિતતા સર્જાઈ હતી. દરમિયાન અમેરિકા ઈન્ટરનેશલ ગ્રુપ જે હાલમાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યુ છે તે પણ ટૂકાગાળા માટે 40 અજબ ડોલરની માંગ કરી રહ્યુ છે.

પાવર અને ટેકનોલોજીના કાઉંટરોમાં ભારે મંદી નોંધાઈ હતી. સોમવારે સવારે 10.17 વાગે મુંબઈ સ્ટોક એક્સચેંજમાં સેંસેક્સ 649 પોઈંટ ઘટીને 13351ની નીચી સપાટીએ પહોચ્યો હતો. ત્યારબાદ તેમાં વધુ ઘટાડો નોંધાતા આ ઘાટો 800 પોઈંટની સપાટીએ જતો રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નીફ્ટીમાં 202 પોઈંટનો ઘટાડો નોંધાયો હતો.

એશિયન શેર બજારમાં ફંડને લઈને ભારે ચિંતા પ્રવર્તી રહી છે. બીએસઈમાં 193 શેરમાં તેજી સામે 1338 શેર મંદીમાં રહ્યા હતાં.