શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ચંડીગઢ , રવિવાર, 28 માર્ચ 2010 (16:14 IST)

બે-ત્રણ માસમાં ઘટશે મોંઘવારી : મોટેંક

યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ કહ્યું છે કે, ફૂગાવો આગામી બે ત્રણ માસમાં નીચે આવી જશે. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે, ખાદ્ય પદાર્થોની મોંઘવારી ગૈર ખાદ્ય ઉત્પાદનોમાં પહોંચશે.

અહલૂવાલિયાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, બે ત્રણ માસમાં જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત ફૂગાવાનો સામાન્ય દર નીચે આવી જશે કારણ કે, ખાદ્ય પદાર્થોના ભાવ નીચે આવી રહ્યાં છે.

ફૂગાવાના બે તૃતિયાંશ અંક પર પહોંચવા વિષે તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે, તે એક સપ્તાહમાં બે અંકોમાં પંહોચે છે તો આ કોઈ મોટી વાત છે. અહલૂવાલિયાએ આ વાત પર પણ જોર આપ્યું કે, ખાદ્ય પદાર્થોની મોંઘવારી ગૈર, ખાદ્ય ઉત્પાદનોમાં નહીં પહોંચશે.