શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

ભારતીય રિઝર્વ બેંક વિફરી

મુંબઈ. પોતાના ભંડોળના સ્રોતો કરતા વધારે ધિરાણ આપનાર બેંકોને ભારતીય રિઝર્વ બેંકે ચેતાવણી આપી છે. આવી બેંકોમાં આરબીઆઈ એક તપાસ સમિતિ મોકલી તેનુ નિરિક્ષણ કરશે.

આરબીઆઈનું કહેવુ છે કે જ્યારે આપણી પાસે પૂરતી રકમ ન હોય ત્યારે તેનાથી વધારે ધિરાણ કરવુ મુર્ખામી છે. ધિરાણમાં થયેલા વધારાને કારણે જમા અને દેવાની રકમમાં સમતુલા થઈ જાય છે. સમતુલાને કારણે આરબીઆઈ ચિંતામાં પડી છે.

કેન્દ્રની બેંકે સર્વ બેંકોને ચેતવણી સાથે સલાહ આપી છે કે તેઓ પોતાની કામગીરીની ચકાસણી કરે. આગળના નાણાકિય વ્યવહારોને અને ભવિષ્યની નાણાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખી કારોબારી નીતિ અપનાવે તો જ નફાનો અને ભંડોળનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે.