મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 27 જાન્યુઆરી 2009 (21:02 IST)

સોનું 14 હજારની સપાટીએ

સોનું પહોચ્યું 14140 રૂપિયે

અમેરિકન ડોલર અન્ય ચલણોની સામે નબળો પડતા વૈશ્વિક શેરબજારોમાં થયેલા વધારાને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતેના બુલીયન બજારોમાં સ્ટોકીસ્ટો દ્વારા સોનાની લેવાલી કરાતા પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં 40 રૂપિયાનો ઊછાળો થતાં 14,140ની સર્વોચ્ચ સપાટીએ પહાચી ગઇ હતી.

છેલ્લા બે સેશનથી સોનાની જેમ ચાંદીમાં પણ ઊછાળાનો ક્રમ આજે યથાવત રહ્યો હતો. ચાંદીમાં આજે 200 રૂપિયાનો વધારો થતાં પ્રતિકિલો 19200 કિંમત પહોંચી હતી.

બજાર નિષ્ણાતોના મત મુજબ પાઊન્ડ અને યુરો સામે અમેરિકન ડોલર વધુ નબળો બનતા સોનાની કિંમતમાં ઊછાળો થવાનો ક્રમ ચાલુ રહ્યો છે. વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેત ને પગલે જવેલરી બનાવનારા લોકો દ્વારા નવેસરથી લેવાલી થતાં તેમજ લગ્નની મોસમ પણ ચાલુ હોવાથી સોનાની કમતમાં વધારો થયો છે.