Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 20 એપ્રિલ 2009 (17:30 IST)
સ્ટીલની માંગ ઘટવાની શક્યતા
ભારતની સેઇલ, ટાટા સ્ટીલ અને જિંદાલ જેવી સ્ટીલ ઉત્પાદક કંપની પર તવાઈ આવે તેવા સમાચાર છે. કે છેલ્લા ત્રણ મહિનામાં સ્ટીલની માંગમાં જોવા મળેલ વધારો આવનાર વર્ષમાં નહી રહે.
કન્સલ્ટિંગ કંપની બૂઝ એન્ડ કંપનીના પીયૂષ દોષીએ કહ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સ્ટીલની માગમાં નોંધાયેલી વૃદ્ધિ ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળા બાદનું કરેક્શન હતું. ત્યારે સ્ટીલ વપરાશકાર કંપનીઓએ આ કોમોડિટીની ખરીદી તદ્દન બંધ કરી દીધી હતી.
જાન્યુઆરી-માર્ચમાં સ્ટીલની માંગ અગાઉના ક્વાર્ટરના ૧૪ ટકા ઘટાડા બાદ 10-15 ટકા વધી હતી. સજ્જન જિંદાલે માંગમાં તાજેતરની વૃદ્ધિને 'ફીલ-ગૂડ ફેક્ટર' ગણાવી હતી, જ્યારે સ્ટીલ સેક્રેટરી પી કે રસ્તોગીએ તેને અર્થતંત્ર હકારાત્મક પરિબળ બતાવ્યુ હતું.