શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. લેખ
Written By વિનય છજલાની|

ઈંઝમામ હક્ક તને સલામ !! - છજલાની

- વિનય છજલાની
N.D
રવિવાર 6 જાન્યુઆરી 2008ના રોજ ભારતીય ક્રિકેટની સાથે જે પણ કાંઈ થયુ અને સોમવારે દેશના મીડિયા અને તમામ ક્રિકેટ પ્રેમી લોકોની વચ્ચે જે ચર્ચા ચાલી, તેને જોઈ-સાંભળી તો મનમાંથી એક જ ઉદગાર નીકળ્યા ઈંઝમામ તને સલામ. વાત જરા ગજબ લાગતી હશે. પણ જરા 20 ઓગસ્ટ 2007 નું તે દ્રશ્ય યાદ કરો. ઈગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથા ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંઝમામ ઉલ હકે પોતાની ટીમની સાથે મેદાન પર ઉતરવાની ના પાડી દીધી. કારણ હતુ અંપાયરે ડૈરલ હેયર દ્વારા તેમની ટીમ પર બોલ સાથે છેડછાડ કરવાનો આક્ષેપ. ઈંઝમામની દલીલ સાચી પણ હતી. આટલા બધા કેમેરા હાજર છે, તકનીક હાજર છે, બોલ સાથે કરેલી છેડછાડના કોઈ નિશાન નથી તે છતા તેમને દોષી ઠેરવવામાં આવ્યા ? કેમ ? એક લાંબા અને નાટકીય ઢંગે તે ટેસ્ટ મેચને રદ્દ કરવામાં આવી હતી. મહત્વની વાત તો એ હતી કે પાકિસ્તાન તે સમયે મેચ જીતવાની સ્થિતિમાં હતુ પણ ઈંઝમામ માટે તે સમયે પોતાના દેશ અને પોતાની ટીમ નું સ્વાભિમાન વધુ મહત્વપૂર્ણ હતુ. અને તેમના આ જ સ્વાભિમાનને આજે સલામ કરવાનું મન થાય છે.
NDN.D

અફસોસ ની વાત એ છે કે કરોડોની વસ્તીવાળો દેશ જ્યાં ક્રિકેટનુ જનૂન ધર્મથી પણ વધુ છે, જ્યાં કોઈ પણ ધર્મ, જાતિ, ભાષા, વ્યવસાય કે આર્થિક સ્થિતિવાળો વ્યક્તિ ઉંધતા-જાગતા, ઉઠતા-બેસતા ક્રિકેટની વાત કરવી પસંદ કરે છે, જ્યાના લોકો ક્રિકેટની દીવાનગીને કારણે જ ક્રિકેટ આટલો મોટો કોર્પોરેટ વ્યવસાય બની ગયો છે. એ દેશની ટોચની સંસ્થા આજે પણ ફક્ત પત્રોના લેવા-આપવા અને જવાબની રાહ જોવામાં જ લાગી છે. ઓસ્ટ્રેલિયામાં બેઠા ખેલાડીઓ અને અધિકારીઓ પણ મેદાન પર વિરોધ બતાવવાને બદલે ભારતથી આવનારા નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ બધાની ઉપર કદાચ પ્રાયોજકો પાસેથી મળનારી કરોડો રૂપિયાની રકમ અને મેચ ફી ડૂબી જવાની બીક લટકી રહી છે.

હરભજન સાથે થયેલ અન્યાયને ચૂપચાપ સહી લેવો એ કરોડો ભારતીયોની સાથે અન્યાય હશે, જેમણે આ ખેલાડીઓને અને બીસીસીઆઈને કરોડો-અરબોમાં રમવા લાયક બનાવ્યા છે.

આમારુ ચૂપ રહેવુ અને ચોખ્ખો વિરોધ ન કરવો તે આ પણ સાબિત કરશે કે હરભજનસિં દોષી છે. એક એવો દેશ જે સર્વધર્મ સમભાવમાં વિશ્વાસ રાખે છે, અને જેની ટીમમાં બધી જાતિના ખેલાડીઓ હોય તેની માટે આનાથી વધુ દુ:ખદ સ્થિતિ શુ હોઈ શકે ? આરોપને સાબિત કરવાવાળાની ખુદની સ્થિતિ કૂતરાની પૂંછડી લાખ કોશિશ કરો વાંકી જ રહે તેવી છે.

જે દેશમાં ગોરા-કાળા રંગ અને નસ્લને આધારે ભેદભાવ લાંબા સમય સુધી રહ્યાનો ઈતિહાસ હોય તે બધા મળીને એક ભારતીય ખેલાડી પર ખોટા આક્ષેપો ઠોકી રહ્યા છે. આનાથી વધુ હાસ્યાસ્પદ શુ હોઈ શકે ? છેવટે બીસીસીઆઈ નિર્ણય લેવામાં કંઈ વાતની રાહ જોઈ રહી છે ? બીસીસીઆઈન બધા ટોચના અધિકારી એવા છે જેમણે સીધી રીતે બેટ અને બોલ પકડતા પણ નથી આવડતો. ક્રિકેટના ઉંચા હોદ્દા પર બેસીને તેઓ પોતાની રાજનીતિક સફળતા અને દેશના મોટા પદો પર પહોંચવાના સપના જોઈ રહી છે. આવામાં સવાલ ઉભા થવા એ કાંઈ ખોટુ નથી.

* બીસીસીઆઈ માટે પોતાનું કોર્પોરેટ હિત મહત્વનુ છે કે દેશનુ સ્વાભિમાન ?

* આ લોકો ક્રિકેટ વધુ સમજે છે કે રાજનીતિ ?

* શુ તેઓ ક્રિકેટ સાથે સંકળાયેલી ગતિવિધિઓનું સંચાલન કરવાનો અધિકાર ધરાવે છે ?

આવામાં તો ઈંડિયન ક્રિકેટ લીગનુ ઔચિત્ય પણ સાચુ લાગવા માંડે છે અને બીસીસીઆઈને ભારતીય ટીમ પસંદ કરવાનો કોઈ અધિકાર નથી અને તે માત્ર એક સ્વતંત્ર સંસ્થા છે. વાત એમ છે કે ટ્વેંટી-20 વિશ્વ કપમાં ભારતના હાથે થયેલી પોતાની હારને ઓસ્ટ્રેલિયા આજ સુધી ભૂલી નથી શક્યુ. નવી નવી રીતો આપીને તે પોતાની આ કડવાશને બહાર કાઢી રહ્યુ છે. હરભજન દ્વારા ત્રણ વાર આઉટ થયેલા રીકી પોંટીગે પોતાનો ગુસ્સો તેમની પર જ ઉતારી દીધો. આ બધુ એક રાજનીતિ હેઠળ કરવામાં આવ્યુ છે.

આજે ભારતને કદાચ પોતાની શક્તિનો અહેસાસ નથી. ભારતે ક્રિકેટને આખી દુનિયામાં આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ દેશ ભારતના હિતોને નજરઅંદાજ નથી કરી શકતુ. હવે જોવાનુ એ છે કે બીસીસીઆઈ પોતાના હિતોની રક્ષા કરે છે કે દેશના હિતની ?