1961-62માં બીસીસીઆઈએ રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં એક નવી ટુર્નામેન્ટ ઉમેરતા દુલીપ ટ્રોફીની શરૂઆત કરી. આ ટુર્નામેન્ટને ખ્યાતનામ ક્રિકેટર દુલીપસીંહના નામ પરથી દુલીપ ટ્રોફી નામ આપવામાં આવ્યું. જો કે ટુર્નામેન્ટનું ફોર્મેટ રણજી ટ્રોફી કરતા જુદુ રાખવામાં આવ્યું.
દુલીપ ટ્રોફીમાં ટીમો ઝોનવાર રમે છે. આ ટુર્નામેન્ટ શરૂ થઈ તે વખતે પાંચ ઝોનની ટીમો રમતી. તે વખતે બધી ટીમો એકબીજા સામે નોકઆઉટ ધોરણે રમતી. જો કે 1993-1994ની સિઝનથી ટુર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યો. ત્યારથી તેમાં ભાગ લેતી ટીમો લીગ ફોર્મેટ પ્રમાણે રમે છે.