ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. લેખ
Written By એજન્સી|
Last Modified: મંગળવાર, 4 ડિસેમ્બર 2007 (11:57 IST)

મુરલીધરન ટેસ્ટ વિકેટોંના સિહાંસન પર

મુરલી એ મેળવ્યો 710નો આકડો...

NDN.D

શ્રીલંકાના જાદુગર ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ઇંગ્લૈંડની સામે પહેલા ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે એટલે કે સોમવારે તેણે 709મી વિકેટ ઝડપીને વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો શેન વોર્નનો રેકોર્ડ પોતાને નામે કરી નાખ્યો છે.

ઇંગ્લેન્ડ સામે રમાતી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પોલ કોલિંગવૂડને ક્લિન બોલ્ડ કરી મુરલીધરને આ સિદ્ધિ મેળવી હતી. મુરલીધરન હાલ 116 ટેસ્ટમાં 710 વિકેટ ખેરવી ચૂક્યો છે. આ ટેસ્ટ અગાઉ શેન વોર્ન 708 શિકાર સાથે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવામાં મોખરે હતો.

જ્યારે વોર્ને 145 ટેસ્ટમાં 708 વિકેટ ખેરવી હતી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ શરૂ થઇ ત્યારે મુરલીધરન શેન વોર્નના રેકોર્ડથી ચાર વિકેટ દૂર હતો. કેન્ડી ટેસ્ટના બીજા જ દિવસે તેણે વોર્નના રેકોર્ડની બરોબરી કરી હતી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં મુરલીએ 6 વિકેટ ખેરવી હતી. મુરલીએ એક જ ઇનિંગ્સમાં 61મી વાર પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી.
મુરલીધરનના માતા,પત્ની માધી અને પત્ર નરેન પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી રહેવા સ્ટેડિયમમાં હાજર હતા.

આ સિદ્ધિ બાદ મુરલીએ જણાવ્યું હતું કે મારી કારકિર્દીની આ વિશેષ ક્ષણ છે. આ સિદ્ધિ મેં મારા ઘરઆંગણના મેદાનમાં અને પરિવારના સભ્યો સામે મેળવી હોવાથી મારી ખુશી બમણી થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયા કરતાં શ્રીલંકન ધરતી ઉપર રેકોર્ડ તોડવાનો મને આનંદ છે. શેન વોર્ન કરતાં મુરલીધરને આ રેકોર્ડ તોડવા ૨૯ ટેસ્ટ ઓછી લીધી છે. શેન વોર્ને આ સિદ્ધિ માટે મુરલીને અભિનંદન પાઠવ્યા હતા. વોર્ને જણાવ્યું હતું કે મુરલીધરન એક દિવસ મારો રેકોર્ડ ચોક્કસ તોડશે તે વાતથી વાકેફ હતો. મને નથી લાગતું કે કોઇ પણ બોલર મુરલીધરનનો આ રેકોર્ડ તોડી શકે. મુરલીધરન ટેસ્ટમાં એક હજાર વિકેટ પૂરી કરીને જ નિવૃત્તિ જાહેર કરશે તેવી મને આશા છે.

35 વર્ષીય મુરલીએ ૧૯૯૨માં ઓસી. સામે 2મી ટેસ્ટ કારકિર્દી આરંભી હતી. પ્રથમ 58 ટેસ્ટમાં મુરલીધરન 302 વિકેટ ખેરવી શક્યો હતો. જોકે, આ પછીની 58 ટેસ્ટમાં 19.08ની એવરેજથી તેણે 408 વિકેટ ખેરવી હતી.

અલબત્ત, ઓસી. અને ભારત સામે મુરલીને ખાસ સફળતા મળી નથી. બંને ટીમ સામે મુરલી કુલ 13 ટેસ્ટમાં 43 વિકેટ ખેરવી શક્યો છે. ઝિમ્બાબ્વે અને બાંગલાદેશ જેવી ટીમ સામે 23 ટેસ્ટમાં 14.57ની એવરેજથી 163 વિકેટ ખેરવી છે. દરેક ટીમ સામે 50 વિકેટ ઝડપી હોય તેવો મુરલી વિશ્વનો એકમાત્ર બોલર છે. સિંહાલિસ સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડમાં જ મુરલીએ 143 વિકેટ ખેરવી છે.

જ્યારે શેર વોર્ને આ અંગે કહ્યું હતું કે, "મારો રેકોર્ડ તોડવા બદલ હું મુરલીધરને અભિનંદન આપું છું. આ રેકોર્ડ થોડા સમય સુધીજ મારી પાસે રહ્યો છે, પરંતુ મને ખબર હતી કે તે વધુ દિવસ મારી પાસે નહીં રહે. મુરલીની 1000 વિકેટ લેવાની ઇચ્છા છે તે જરૂર તેને પુરી કરી શકશે અને તેવું તે નહીં પણ કરી શકે તો પણ તેની આગળ નિકળવું કોઇના માટે ખૂબજ મુશકેલ ભયું બની જશે. લોકો એમની એકશન માટે કશું પણ કહે પરંતુ તેને એક મહાન બોલરના રૂપે હંમેશા યાદ રાખવામાં આવશે " - શેર વોર્ન