મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. લેખ
Written By ભાષા|

શાહરૂખની કોલકત્તા ટીમ સૌથી વધુ ચર્ચાસ્પદ

ધોની સૌથી મોંઘો(રૂ. 6 કરોડ)અને યુનુસ ખાન સૌથી સસ્તો(90 લાખ) ખેલાડી

PTIPTI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ધનીક ઈન્ડિયન પ્રિમિયર લીગની ખેલાડીઓની હરાજી આજે હજુ ચાલુ છે. ત્યારે હરાજીમાં નામી ખેલાડીઓ માટે આઠ ટીમોએ કરોડો રૂપિયાની બોલી લગાવી હતી. હજી સુધી સૌથી વધુ બોલી ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહી છે. ચેન્નઈ ટીમે છ કરોડમાં ધોનીને ખરીદ્યો. આ બોલીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ટીમ કોલકત્તાની રહી હતી. બોલિવુડ બાદશાહ શાહરૂખ ખાનની ટીમના કેપ્ટન તરીકે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી છે. પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરને કોલકત્તાની ટીમે 1.7 કરોડમાં ખરીદી લીધો હતો.

કોલકત્તાની ટીમમાં ઓસ્ટ્રેલીય કેપ્ટન રીકિ પોન્ટીંગનો પણ સમાવેશે થાય છે જેના માટે 1.6 કરોડની બોલી લગાવવામાં આવી હતી. ઉપરાંત ન્યુઝીલેન્ડનો મેક્કુલમ 2.8 કરોડ અને વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર ક્રિસ ગેલ 3.2 કરોડમાં કોલકત્તાની ટીમમાં રમશે.

આ ઉપરાંત ચેન્નઈની ટીમમાં શ્રીલંકન સ્પીનર મુથૈયા મુરલીધરન પણ ધોની સાથે રમશે. મુરલીધરન માટે ચેન્નઈએ 2.4 કરોડની બોલી લગાવી તેને પોતાની ટીમ માટે ખરીદ્યો હતો. આ ઉપરાંત નિવૃત્ત ન્યુઝીલેન્ડ કેપ્ટન ફ્લેમિંગ તથા જેકોબ ઓરમ અને ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ હેડન પણ ચેન્નઈ ટીમમાં રમશે. ઓરમ માટે 1.5 કરોડ તથા હેડન માટે 2.5 કરોડની બોલી લગાવવામાં આવી હતી.

બોલિવુડ હિરોહીન પ્રિટી ઝીંટાની ટીમ મોહાલીમાં શ્રીલંકન કેપ્ટન જયવર્ધને, ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લી અને ભારતીય ઝડપી બોલર શ્રીસંતનો સમાવેશ થાય છે. જયવર્ધને 1.6 કરોડ અને બ્રેટ લીને 3.2 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. ભારતીય ટેસ્ટ કેપ્ટન અનિલ કુબંલે 2 કરોડમાં બેંગલુરુ ટીમનો હિસ્સો બન્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકન ખેલાડી જૈક કાલીસને 3.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ઉપરાંત ઝહીર ખાનને પણ બેંગલુરૂ ટીમમા સમાવવામાં આવ્યો છે.

જયપુરની ટીમમાં દક્ષિણ આફ્રિકન કેપ્ટન સ્મિથ રમશે. આ ઉપરાંત વિશ્વનો જાદુઈ સ્પિનર શેન વોર્ન પણ જયપુરની ટીમમાં તેનો જાદુ પાથરશે.તેના માટે 1.8 કરોડની સફળ બોલી લગાવવામાં આવી હતી. યુનુસ ખાન પણ જયપુરની ટીમમાં રમશે તેના માટે 90 લાખની અત્યાર સુધીની સૌથી ઓછી બોલી લગાવવામાં આવી હતી.

દિલ્હીની ટીમે મોડી બોલી લગાવી હતી. તેણે પાકિસ્તાની કેપ્ટન શોએબ મલિક અને ઝડપી બોલર મોહમ્મદ આસિફને સફળ બોલી લગાવીને પોતાની ટીમ માટે ખરીદી લીધા હતા. મોહમ્દ આસિફ માટે દિલ્હીએ 2.6 કરોડની બોલી લગાવી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ કેપ્ટન ડેનિયલ વિટ્ટોરી માટે દિલ્હીએ 2.4 કરોડ ચૂકવ્ચા હતા. જ્યારે ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ દિલ્લી ટીમનો આઈકોન ખેલાડી છે.

હૈદરાબાદે દક્ષિણ આફ્રિકન ફટકાબાજ ગીબ્સને 2.5 કરોડમાં ખરીદી લીધો હતો. આ ઉપરાંત સીડની ટેસ્ટના વિવાદાસ્પદ અને ભારતીય દર્શકો માટે વિલન બનેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમંડ માટે હૈદરાબાદે 5.4 કરોડ ચૂકવ્યા હતા. હરાજી પહેલા જેના માટે ટીમોમાં સૌથી વધુ સ્પર્ધા હતી તે નિવૃત્ત ઓસ્ટ્રલિયન વિકેટ કિપર ગીલક્રિસ્ટને પોતાની ટીમમાં સામેલ કરવા માટે હૈદરાબાદને 2.8 કરોડ ચૂકવવા પડ્યા હતા. પાકિસ્તાની ઓલ રાઉન્ડર શાહિદ આફ્રિદી માટે 2.4 કરોડ ખર્ચ્યા હતા.

સચિન તેંડુલકર જે ટીમનો આઇકોન ખેલાડી છે તે મુંબઈની ટીમમાં ભારતીય સ્પિનર હરભજન અને શ્રીલંકન સ્ફોટક બેટ્સમેન જયસૂર્યાનો સમાવેશ થાય છે. મુંબઈ ટીમે હરભજનને 3.4 કરોડ એને જયસૂર્યાને 3.9 કરોડ રૂપિયામાં ખરીદી લીધા હતા. જ્યારે હજી અન્ય ખેલાડીઓ માટે બોલી લગવવાનુ હજી ચાલુ છે.

અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોંઘો (6 કરોડ રૂપિયા)ખેલાડી રહ્યો છે. જ્યારે યુનુસ ખાન સૌથી સસ્તો (90 લાખ) ખેલાડી રહ્યો છે.