Nibandh -ચંદ્રયાન-2

Last Modified શુક્રવાર, 6 માર્ચ 2020 (13:12 IST)
22 જુલાઈ 2019 ચંદ્રયાન 2ની લાંન્ચિંગ થઈ. ભારતનું ચંદ્ર પર જવાનું મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના બપોરે 2.43 વાગ્યે લૉન્ચ થયું હતું. એક અઠવાડિયા પહેલા તે લાંચ થવાનુ હતુ પણ ટેકનિકલ કારણસર ચંદ્રયાન લૉન્ચ થઈ શક્યું નહોતું.
ઈસરોના એક પૂર્વ વૈજ્ઞાનિકે જણાવ્યા અનુસાર, " 9 જુલાઈથી 16 જુલાઈ વચ્ચેનો સમય મિશન લૉન્ચ કરવા માટે આદર્શ હતો."
"સોમવારે વૈજ્ઞાનિકો પાસે યાન લૉન્ચ કરવા માટે માત્ર જૂજ મિનિટોની તક હશે, જેમાં અતિશય ચોકસાઈ સાથે કામ કરવું પડશે. આ વખતે મોડું કરવાનો સમય નહીં હોય તેથી જ બધી જ તૈયારીઓ સાથે સજ્જ રહેવું"
16 જુલાઈના રોજ સવારે લૉન્ચ કરવાના બે કલાક પહેલાં વૈજ્ઞાનિકોને હિલિયમની ગૅસ ચૅમ્બરમાં દબાણ ઘટતું જણાતા આ મિશન રોકી દેવાયું હતું. વિલંબ છતાં આ યાન 6 સપ્ટેમ્બરે જ ચંદ્ર પર પહોંચશે, હવે તેનો માર્ગ બદલવામાં આવ્યો છે.
ચંદ્રયાન-1 એ ચંદ્રની સપાટી પર પાણીના અવશેષોના પુરાવા આપ્યા હતા, તેથી વિશ્વના વૈજ્ઞાનિકોની નજર ચંદ્રયાન-2 પર છે.
ભારતીય અંતરિક્ષ મિશન હેઠળ મીલનો પત્થર માનવામાં આવતા મિશન ચંદ્રયાન-2ની લોંચિંગ થવામાં હજુ બસ થોડાક જ કલાક રહી ગયા હતા.
બધી તૈયારીઓ પુરી થઈ ગઈ હતી. મિશનનુ કાઉંટડાઉન ચાલી રહ્યુ છે. ભારતીય અંતરિક્ષ અનુસંધન સંગઠન ચંદ્દ્રમાંના સાઉથ પોલ પર ચંદ્રયાન-2 ઉતરશે. ઉલ્લેખનીય છે કે ચંદ્દ્રના આ ભાગ વિશે દુનિયાને વધુ માહિતી નથી.
ઈસરો મુજબ ચંદ્રયાન-2 ચંદ્રના ભૌગોલિક વાતાવરણ, ખનીજ તત્વો, તેના વાયુમંડળની બહારની પરત અને પાણીની ઉપલબ્ધતાની માહિતી એકત્ર કરી શકશે.

મિશન મૂન હેઠળ ચંદ્દ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પગ મુકશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રને ફતેહ કરી ચુકેલા અમેરિકા, રૂસ અને ચીને હજુ સુધી આ સ્થાન પર પગ નથી મુક્યો. ચંદ્રમાંના આ ભાગના વિશે હાલ વધુ મહિતી જાણવા મળી નથી. ભારતના ચંદ્રયાન-1 મિશન દરમિયાન સાઉથ પોલમાં બરફ વિશે જાણ થઈ હતી. ત્યારથી ચંદ્રના આ ભાગ પ્રત્યે દુનિયાના દેશોનો રસ જાગ્યો છે.
ભારત આ વખતે મિશનમાં સાઉથ પોલ નિકટ જ પોતાનુ યાન લૈડ કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે ભારત મિશન મુન દ્વારા બીજા દેશો પર વિજય પ્રાપ્ત કરી લેશે. એવુ કહેવાય રહ્યુ છે કે ચંદ્રયાન-2 દ્વારા ભારત એક એવા અનમોલ ખજાનાની શોધ કરી શકે છે જેનાથી ફક્ત આગામી લગભગ 500 વર્ષ સુધી માણસોની ઉર્જાની જરૂરિયાત પુરી કરી શકવા ઉપરાંત ખરબો ડોલરની કમાણી પણ થઈ શકે છે.
ચાંદ તરફથી મળનારી ઉર્જા સુરક્ષિત હોવા ઉપરાંત
તેલ કોલસા અને પરમાણુ કચરાથી થનારા પ્રદૂષણથી મુક્ત રહેશે.

ઉત્તરી ધ્રુવની તુલનામાં ચંદ્રમાનુ દક્ષિણી ધ્રુવ વધુ છાયામાં રહે છે. તેની ચારેબાજુ સ્થાયી રૂપથી છાયામાં રહેનારા આ ક્ષેત્રોમાં પાણી હોવાની શક્યતા છે. ચાંદના દક્ષિણી ધ્રુવીય ક્ષેત્રના ઠંડા ક્રેટર્સ (ખાડા)માં પ્રારભિક સૌર પ્રણાલીના લુપ્ત જીવાશ્મ રેકોર્ડ રહેલા છે. રોવર પ્રજ્ઞાન ત્યા ફરીને જાણ કરશે કે ચંદ્રની સપાટી અને ઉપસપાટીના કેટલા ભાગમાં પાણી છે.

ખૂબ જ રોચક છે ચંદ્રનુ સાઉથ પોલ
ચંદ્રનુ સાઉથ પોલ ખૂબ રોચક છે. ચંદ્ર્માંનુ સાઉથ પોલ વિશેષ રૂપથી રસપ્રદ છે.
કારણ કે આ સતહનો મોટો ભાગ નોર્થ પોલની તુલનામાં વધુ છાયામાં રહે છે.
શક્યતા આ વાતની પણ બતાવાય રહી છે કે આ ભાગમાં પાણી પણ હોઈ શકે છે.
ચંદ્રના
સાઉથ પોલમાં ઠંડા ક્રેટર્સ (ખાડા)માં પ્રારંભિક સૌર પ્રણાલીના લુપ્ત જીવાશ્મના રેકોર્ડ રહેલા છે. ચંદ્રયાન-2 વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવરનો ઉપયોગ કરશે જે બે ખાડા મંજિનસ સી અને સિમપેલિયસ એન ની વચ્ચે મેદાનમાં લગભગ 70" દક્ષિણી અંક્ષાક્ષ પર સફળતાપૂર્વક લૈંડિગનો પ્રયાસ કરશે.

ભારત માટે શુ છે પડકાર ?
મિશન ચંદ્રયાન-2માં ભારત માટે પડકાર પણ ઓછો નથી. ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૈંડિગ કરશે.
ચંદ્ર પર લૈંડિંગ કરતા જ ભારત આવુ કરનારો અમેરિકા, રૂસ અને ચીન સાથે ચોથો દેશ થઈ જશે.
ભારત પહેલા 16 જુલાઈના રોજ ચંદ્દયાન-2ન3એ લૉન્ચિંગ કરનારો હતો. પણ ક્રોયોજેનિક એજિંગમાં લીકેજને કારણે તેને આજ સુધી માટે રોકવામાં આવ્યો હતો.
ઈસરો ચીફના સિવને પણ કહ્યુ છે કે લૈંડિગના 15 મિનિટ પહેલાનો સમય ખૂબ પડાકર રૂપ રહ્યું. કારણ કે ઈસરો પહેલીવાર ચંદ્ર પર સોફ્ટ લૈંડિંગ કરશે.

ઉર્જાની પુરતી માટે ચંદ પર ફતેહ કરવાનો પ્રયાસ
એક વિશેષજ્ઞનુ અનુમાન છે કે એક ટન હીલિયમ-3ની કિમંત લગભગ 5 અરબ ડૉલર હોઈ શકે છે. ચંદ્દ્રમાંથી અઢી લાખ ટન હીલિયમ-3 લાવી શકાય છે.
જેની કિમંત અનેક લાખ કરોડ ડૉલર હોઈ શકે છે. ચીને અપ્ણ આ વર્ષે હીલિયમ-3ની શોધ માટે પોતાનુ ચાંગ ઈ 4 એટલે કે ઈ-4 યાન મોકલ્યુ હતુ.
જેને જોતા અમેરિકા, રૂસ, જાપાન અને યૂરોપીય દેશોની ચંદમા પ્રત્યે દિલચસ્પી વધી ગઈ છે. એટલુ જ નહી દુનિયાના દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમજૉનના માલિક જેફ બેજોસ ચંદ્રમા પર કૉલોની વસાવવાની ઈચ્છા રાખે છે.

પરંતુ બધું અચાનક ત્યારે બદલાઈ ગયું જ્યારે લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી 2.1 કિલોમિટર ઉપર હતું અને તેનો ઈસરોના નિયંત્રણકક્ષ સાથે સંપર્ક તૂટી ગયો.
જોકે, એવું નથી કે સૉફ્ટ લૅન્ડિંગ કરાવવામાં ભારતને જ નિરાશા મળી છે.
ચંદ્રયાન-2 - ચંદ્ર પર દુનિયાનું 110મું અભિયાન
ચંદ્રયાન -2 લેન્ડર વિક્રમ ચંદ્ર પર સૉફ્ટ લેંડિંગ કરવા જઇ રહ્યો હતો કે છેલ્લા દોઢ મિનિટમાં ઇસરોનો તેમનો સંપર્ક તૂટી ગયો. જે બાદ વૈજ્ઞાનિકો ભ્રમિત થઈ ગયા. જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર દૂર હતું ત્યારે લેન્ડરનો સંપર્ક તૂટી ગયો. હાલમાં તેની સાથે શું થયું, ક્યાં અને કઈ હાલતમાં છે તેની કોઈ માહિતી નથી. જો કે, ઓર્બિટર પરના અત્યાધુનિક ઉપકરણો દ્વારા ટૂંક સમયમાં બધા પ્રશ્નોના જવાબની અપેક્ષા રાખવામાં આવે છે


આ પણ વાંચો :