મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (14:46 IST)

ચંદ્રયાન 2 - ISRO ની આશા વધી. લૈંડર વિક્રમને કોઈ નુકશાન નથી પહોંચ્યુ

ચંદ્રમા પર હાર્ડ લૈંડિંગ કરવા છતા ચદ્રયાન 2ના લૈડર વિક્રમને કોઈ તૂટ ફૂટ થઈ નથી. ઈસરોએ જણાવ્યુ કે ઓર્બિટર દ્વારા મોકલાયેલ ચિત્ર મુજબ આ એક જ ટુકડાના રૂપમાં દેખાય રહ્યુ છે.  ઈસરોની ટીમ ચદ્રયાન 2 ના લૈડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશમાં લાવી છે. 
 
ઈસરો વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે લૈડર વિક્રમ એક બાજુ નમેલુ દેખાય રહ્યુ છે. આવામાં કમ્યુનિકેશન લિંક પરત જોડવા માટે ખૂબ જ જરૂરી ક હ્હે કે લૈડરનુ એટિના ઓર્બિટર કે ગ્રાઉંડ સ્ટેશનની દિશામાં હોય. અમે આ પહેલા જિયોસ્ટેશનરી ઓર્બિટમાં ગુમ થઈ ચુકેલ સ્પેસ ક્રોફ્ટની શોધ કરી છે પણ આ તેનાથી ખૂબ જુદુ છે. 
 
ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે સોમવારે કહ્યું કે, ઓર્બિટરની તસવીરો પરથી જણાય છે કે લેન્ડર આખુ વન પીસમાં અકબંધ છે અને તેના ટૂકડાં નથી થયાં. આથી તેને કોઇ નુકશાન નથી થયું. તે માત્ર થોડી ત્રાંસી સ્થિતિમાં પડ્યું છે.
 
વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કોમ્પ્યૂટર છે. તે જાતે જ ઘણાં કામ કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડવાથી તે એન્ટિના દબાઈ ગયું છે જેના દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય. અત્યારે પણ ઈસરો પ્રયત્ન કરી રહ્યું છે કે, કોઈ પણ રીતે તે એન્ટિના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી બેઠી કરવાના કમાન્ડ આપી શકાય.
 
વિક્રમ લેંડર આ રીતે પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે 
 
ઈસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ લેન્ડરમાં નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગે છે. તેના દ્વારા ચંદ્ની સપાટી પર સોફ્ટ લેન્ડ કરાવનું હતું. આ સિવાય વિક્રમ લેન્ડરની ચારેય બાજુ થ્રસ્ટર્સ લાગે છે. જે અંતરિક્ષમાં યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવે છે. આ થ્રસ્ટર્સ અત્યારે પણ સુરક્ષીત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાઈ ગયું છે, તે જ ભાગમાં થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડ સીધા અથવા ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રેસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રેસ્ટર્સ ઓન થવાથી વિક્રમ ફરી બેઠું થઈ શકે છે. જો આવું થયું તો મિશન સાથે જોડાયેલા તે દરેક પ્રયોગ થઈ શકશે જે પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્યવાન-2 વિશે નક્કી કર્યા હતા.