બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (11:39 IST)

ગુજરાતી નિબંધ - શું છે વેક્સીન કેવી રીતે મળે છે ફાયદા

Gujarati Essay on Vaccine

વેક્સીન તમારા શરીરને કોઈ સંક્રમણથી બચાવે છે. વાયરસ, ગંભીર રોગ કે પેઢી દર પેઢી ચાલી આવી રહ્યા રોગોથી લડવામાં મદદ કરે છે. તેને લગાવવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. તેનાથી તમે રોગોથી લડવામાં સફળ થાઓ છો. વેક્સીન લગાવવાથી ઈમ્યુન સિસ્ટમ સંક્રમણને ઓળખવા બૂસ્ટ કરે છે. તેની સામે શરીરમાં એંટીબૉડી બને છે જે બાહરી રોગોથી લડવામાં અમારા શરીરની મદદ કરે છે અને અમે રોગોની ચપેટમાં આવવાથી બચી જાય છે. 
 
અમેરિકાના સેંટર ઑફ ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશનના મુજબ વેક્સીન ખૂબ પ્રભાવશાળી હોય છે. પણ આ કોઈ રોગોની સારવાર નહી કરે છે. પણ તેને થવાથી રોકે છે. વેક્સીન કોઈ પણ રોગોથી લડવા માટે તમારા શરીરના ઈમ્યુનિટી લેવલને બૂસ્ટ કરે છે. 
 
કેવી રીતે બને છે વેક્સીન 
વેક્સીનમાં મૃત બેક્ટીરિયા, કેટલાક પ્રોટેમ અને વાયરસ હોય છે જેને બૉડીમાં નખાય છે. ત્યારબાદ બૉડીને લાગે છે કે સાચુ વિરોધી આવી ગયુ છે તો તે એંટીબૉડી બનાવી લે છે. પછી જ્યારે પણ અસલી બેક્ટીરિયા આવે છે તો એંટી બૉડી તમારા બૉડીમાં પહેલાથી જ હોય છે. જ્યારે નાના બાળકોને રસી લગાવાય છે ત્યારે તેને હળવું તાવ આવે છે. તેનો અર્થ થાય કે રસી તેમનો કામ કરી રહ્યો છે અને એંટી બૉડી બનાવી રહ્યો છે. વેક્સીનનો કામ હોય છે લોકોને રોગોથી બચાવવું. આ રોગો થયા પછી દવા કે સારવાર નહી છે. 
 
જેમ નિમોનિયા, પોલિયોના વેક્સીન પણ બાળકોને પહેલાથી જ લગાવાય છે. 
વેક્સીન સુરક્ષિત હોય છે?
ચીનમાં 1786માં એક પરીક્ષન કરાયુ હતુ. ત્યારબાદ વેક્સીન શબ્દનો પ્રચલન થયું. વેક્સીનને આજના સમયે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય છે. WHO ના મુજબ વેક્સીનથી એક વર્ષમાં આશરે 30 લાખ લોકોનો જીવ બચી જાય છે. તે વેક્સીન ત્યારે બજારમાં આવે છે જ્યારે તેને સ્થાનીય દવા નિયામકોની પરવાનગી મળે છે. ચેચક જેવા રોગોને આજ સુધી રસીથી જ મ્હાત આપી છે અને આ રોગને મૂળથી ખત્મ કરી નાખે. પણ ઘણીવાર વેક્સીનેશનના પ્રયોગ કરવામાં વર્ષોઅ લાગી જાય છે. 
 
કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં શોધ ચાલૂ છે. વર્તમાન સ્થિતિ મુજબ વૈજ્ઞાનિકો પણ દાવા નહી કરી શકતા છે કે આ રોગ ક્યારે અને કેવી રીતે ખત્મ થશે. તેની પૂરતી વેક્સીન શોધવામાં મહીના કે વર્ષો પણ લાગી શકે છે. 
 
વેક્સીનના શું છે ફાયદા 
વેક્સીન તમારા બૉડીમાં એંટી બૉડીજ પેદા કરે છે. તેને લગાવવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. તેને રોગોથી ચપેટમાં આવવાથી પહેલા લગાવાય છે. કોરોના વેક્સીન આ વાતનો સૌથી સરસ ઉદાહરણ છે. ડાક્ટર્સ દ્વારા આ સલાહ આપી રહ્યુ છે કે વેક્સીન બધાને લગાવી લેવી જોઈએ. જો તમે કોરોના સંક્રમિત પણ થાઓ તો તમને હૉસ્પીટલમાં એડમિટ થવાની જરૂર નહી પડશે. તમે ઘરે જ ઠીક થઈ શકો છો. તેને લગાવવાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત હોય છે. આ રોગની સારવાર નહી કરતો પણ તે રોગને રોકવામાં મદદ કરે છે. 
 
વેક્સીન નિર્યાત પર લગાવી રોક 
ભારતમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીન નિર્મિત કરાઈ રહી છે. પણ કોરોના સંક્રમણનો ખતરો વધારે વધી રહ્યો છે. લોકોને વેક્સીનેશનના પ્રત્યે જાગરૂક કરી વેક્સીન લગાવવાની સલાહ અપાઈ રહી છે. તેથી ભારતમાં વેક્સીનની પૂર્તિ તેજીથી વધી રહી છે. પણ વેક્સીન નિર્યાત કરવાના પ્રભાવ હવે ભારત પર જોવાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વેક્સીનની ઉપ્લબ્ધતા ખત્મ થઈ ગઈ હતી. જેને લઈને હવે કેટલાક દિવસો માટે વેક્સીનના નિર્યાત પર પ્રતિબંધ લગાવી દીધું છે. WHO ના મુજબ ભારતમાં 76 દેશોમાં આશરે 6 કરોડ ડોઝ મોકલી દીધા છે. સૂત્રોના ઘરેલૂ માંગને પ્રાથમિકતા રાખતા વેક્સીનના નિર્યાત પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લેવાયુ છે. 
 
ઉપસંહાર- વેક્સીન બાળપણમાં લગાવાતુ હતુ પણ નિમોનિયા જેવા રોગથી બચી શકાય. રસી લગાવાય પછી તમને તાવ આવે છે કારણ કે તમારી બૉડીમાં એંટીબોડી બને છે અને રોગ આવતા પર તે તૈયાર રહે છે. રોગોંર રોકી શકાય છે. તેથી વેક્સીન લગાવી રહ્યો છે વેક્સીન લગાવતા સમયે તમને તાવ પણ આવે છે. આવું બાળકોને રસી લગાવતા પર પણ હોય છે અને વર્તમાનમાં રસી લગાવતા પણ થઈ રહ્યુ છે. તેનો અર્થ છે કે વેક્સીન કામ કરી રહી છે.