રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (08:48 IST)

રોટલી વધુ પડતી ખાવાથી શરીરમાં શુગર વધે, જાણો કયા અનાજમાંથી શુ મળે

દાળ-ભાત-શાક અને રોટલીનુ ગુજ્જુઓનુ મુખ્‍ય ખોરાક ગણાય છે ત્‍યારે રોટલી વધુ પડતી ખાવાથી શરીરમાં સુગર વધે છે અને ડાયાબીટીશની સંભાવના વધે છે. દ્યઉં, ચોખા અને મકાઈમાં શરીર માટે જરૂરી માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી રોટલી બધુ પ્રમાણમાં ખાવાથી શરીરે સોદા અને ખંજવાળ આવી શકે છે. શરીર માટે દ્યઉં, ચોખા અને મકાઈ જેવા અનાજની જેમ બાજરી, સોયાબીન જેવા જાડા (મોટા) ધાનનો ઉપયોગ ખોરાકમાં કરવો હિતાવહ છે.
 
યોગા સ્‍પેશીયલીસ્‍ટ એવા આર્યુવેદીક ડોં. સ્‍વાસ્‍થ્‍ય સંબંધી જાણકારી આપતા જણાવ્‍યું હતુ કે, આપણા દેશમાં રોજીંદા ખોરાકમાં બાજરાના રોટલા જોવા મળતા હતા. પરંતુ ધીરેધીરે ખોરાકમાં પણ લોકોમાં શહેરીકરણ થઈ રહ્યું છે. બાજરીના રોટલા હવે શહેરી વિસ્‍તારોમાં જાણે અદ્રશ્‍ય જ થઈ ગયા છે અને ફાસ્‍ટફૂડના જમાનો આવતા સ્‍વાસ્‍થ્‍ય સંબંધી ચિંતાના કારણો વધી ગયા છે.
 
આપણા ઘરમાં રોજીંદા ખોરાકમાં દાળ-ભાત અને શાક-રોટલી મોટાભાગે જોવા મળે છે. રોટલી ઘઉંથી બને છે અને ઘઉંમાં વધારે પ્રમાણમાં કોર્બોહાઈડેડ હોય છે જયારે શરીર માટે જરૂરી ગણાતા મીનરલ, વિટામીન્‍સ, ફાયબર, કેલ્‍સીયમ, આર્યન, મેગનીસ સહિતના સુક્ષ્મ તત્‍વો (માઈક્રો ન્‍યુટ્રીશિયન) દ્યણા ઓછા હોય છે. પરિણામે વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં સુગર વધે અને ડાબાબીટીસની સંભાવનાઓ વધી જાય છે. રોટલીમાં માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ ઓછા પ્રમાણમાં હોય છે જેથી તેની ઉણપથી ‘ગ્‍લુટેન એલર્જી' થાય છે અને શરીરે સોજા કે ખંજવાળ આવવાની શરૂ થઈ જાય છે. આવા સંજોગોમાં ડોક્‍ટરો રોટલી નહીં ખાવાની સલાહ આપે છે અને બાજરીના રોટલા ખાવાનુ કહે છે. શરીર માટે માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ જ જરૂરી છે અને તે મોટાભાગે મોટા અનાજમાંથી મળી રહે છે. જુવાર, બાજરા, રાગી, જઉ સહિતના મોટા અનાજ ખોરાકમાં લેવુ હિતાવહ છે.
 
મોટા અનાજથી પણ ઢોસા, પરાઠા, ઈડલી, પીઝા જેવી ટેસ્‍ટફૂલ અને હેલ્‍થફૂલ વસ્‍તુ બનાવી શકાય છે. માઈક્રો ન્‍યૂટ્રીશિયન લેવાથી લાંબા ગાળા સુધી શરીરને શક્‍તિ મળી રહે છે. તેથી ગ્‍લાયસેક ઈન્‍ડેક્ષ મેનેજમેન્‍ટ શરીર માટે જરૂરી છે.
 
ક્‍યાં અનાજમાંથી શું મળે?
ઘઉં, ચોખા, મકાઈ જેવા અનાજમાંથી કાર્બોડાઈડ્રેડ મળે છે. તેમાંથી ઓછા પ્રમાણમાં ફેટ, પ્રોટિન, મિનરલ પણ મળે છે.
જુવાર, બાજરા, સોયાબીન માંથી પ્રોટીન, કેલ્‍સીયમ, આર્યન, વિટામીન્‍સ, ફાયબર, મેગાનીસ મળી રહે છે.
ચણા, મગ, તુવેર, અડદ, મસૂર જેવા કઠોળને જેનો ખોરાકમાં ઉપયોગમાં લેવાથી પ્રોટિન વધુ માત્રામાં મળે છે.
તલ, રાઈ જેવા ખોરાકમાં ઉપયોગમાં લેવાય તો શરીરને મોટાભાગે ચરબી મળી રહે છે.
ખોરાકમાં જુવાર, બાજરા, સિયોબીન લો.
ભાગદોડ જીંદગીમાં લાંગા ગાળા સુધી એનર્જી જળવાઈ રહે તે માટે જુવાર, બાજરા, સિયાબીન, જેવા અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ.