શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (16:43 IST)

પત્ર લેખન - તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાદ કરતો પત્ર લખો.

તમારા વિસ્તારમાં ગંદકીને કારણે પેદા થયેલ મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને ફરિયાસ કરતો પત્ર લખો. 
 
 
                                                                                                            તારીખ- જાન્યુઆરી 20, 2019 
 
પ્રતિ, 
હેલ્થ ઑફિસરશ્રી, ઝોનલ ઑફિસ, પશ્ચિમ વિભાગ 
ઉસ્માનપુરા, અમદાવાદ 
 
               વિષય- ગંદકીની કારણે મચ્છરોના ત્રાસ અંગે અને ગંદકી દૂર કરવા અંગે... 
 
માનનીય સાહેબશ્રી, 
 
   હું નારણપુરા વિસ્તારની 'રવિકુંજ સોસાયટીમાં રહું છું. આ વખતે વરસાદનો અતિરેક થયો છે. સો સાયટીમાં પુષ્કળ જગ્યાએ પાણી ભરાયા છે. તેમાં મચ્છરો થયા છે. આ મચ્છરોને કારણે મેલેરિયા, ચિકનગુનિયા તેમજ વાઈરલ ઈંફેક્શનના ભારે વાયર આ છે. ઘેર ઘેર માંદગીના ખાટલા છે. સોસાયટીમા એકાદ -બે બાળકોના મૃત્યુ પણ થયાં છે. 
 
આવા સંજોગોમાં મ્યુનિસીપાલીટીનું કર્તવ્ય લોકોને જરૂરી મદદ પૂરી પાડવાનું છે. આવી ઉપેક્ષા અત્યંત ખતરનાક ગણાય. આ રસ્તાઓના પાણીનો નિકાસ સત્વરે કરવાની જરૂરી છે. માટી પથ્થર- કપચી નાખીને ખાડાઓને પૂરવાની તાત્કાલિક જરૂર છે. ત્યારબાદ દવાનો છટંકાવ કરવાની પણ ખાસ જરૂર છે. 
 
ગંદગી કરનારા લોકોને પણ શિક્ષા કરવાની જોગવાઈ મ્યુનિસિપાલિટીએ કરવી જોઈએ. આપના તપાસ અધિકારીએ જાત-તપાસ કરીને જોવું જોઈએ કે લોકો તેમના ઘરનું પાણી બહાર કાઢીને ગંદકી કરે છે? જો તેમ કરતા હોય તો તેમને દંડ થવો જોઈએ. આશા છે કે યોગ્ય પગલાં આપશ્રીની સૂચનાનુસાર સત્વરે લેવાશે. 
 
                                                                                                                                     આપનું વિશ્વાસું 
                                                                                                                                         અ બ ક