શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (17:15 IST)

નિબંધ -કોરોનાકાળ

પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. 25 માર્ચથી જૂન સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યું તે સમય અને ત્યારબાદ અનલોક શરૂ થયું આ બધુ કોરોના કાળ કહેવાયું. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા 900 ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે. 
 
* કોરોનાવાયરસ એટલે શું ?
 
કોરોના વાયરસ (સીઓવી) એ વાયરસની એવી પ્રજાતિ સાથે સંકળાયેલ છે, જેનો સંક્રમણથી  શરદીથી માંડીને શ્વાસ લેવામાં તકલીફ સુધીની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ વાયરસ પહેલાં કદી જોવા મળ્યો નથી.  ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં વાયરસનું સંક્રમણ શરૂ થયુ હતુ. ડબ્લ્યુએચઓ મુજબ, તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ એ તેના લક્ષણો છે. હજી સુધી વાયરસના ફેલાતો રોકવા માટે કોઈ વેક્સીન બની નથી પરંતુ ભારત સહિત દુનિયાના તમામ વૈજ્ઞાનિકો તેની શોધ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને એક દિવસ આ વેક્સીન પણ તૈયાર થઈ જશે. 
 
તેના સંક્રમણના ફળ સ્વરૂપ  વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે. તેનાં મુખ્ય બે લક્ષણો છે તાવ તથા સતત ખાંસી થવી. ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે ઉધરસ આવી શકે છે. આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે. 
 
આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તેથી તેને લઈને  ખૂબ કાળજી લેવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં ચીનમાં પ્રથમ વખત વાયરસનો પ્રભાવ થયો હતો. પછી તે અન્ય દેશોમાં ફેલાયો હતો. 
 
કોરોના જેવા વાયરસ, ઉધરસ અને છીંકથી પડતા ટીપાં દ્વારા ફેલાય છે. કોરોના વાયરસ હવે ચીનમાં એટલો ઝડપથી નથી ફેલાય રહ્યો જેટલા ઝડપથી  તે વિશ્વના અન્ય દેશોમાં ફેલાય રહ્યો છે. કોવિડ 19 નામનો વાયરસ અત્યાર સુધી 70 થી વધુ દેશોમાં ફેલાયો છે. કોરોના સંક્રમણના વધતા જોખમને કારણે, તેને ફેલાતો અટકાવવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
 
* આ રોગનાં લક્ષણો શું છે?
 
કોવોઇડ -19 / કોરોના વાયરસમાં પ્રથમ તાવ આવે છે. આ પછી સુકા ખાંસી થાય છે અને પછી એક અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
 
આ લક્ષણોનો હંમેશાં અર્થ એ નથી હોતો કે તમને કોરોના વાયરસનુ સંક્રમણ  છે. કોરોના વાયરસ, ન્યુમોનિયા, શ્વાસ લેવાની વધુ પડતી તકલીફ  કિડની ખરાબ થવી અને મૃત્યુ પણ થઈ શકે છે  વૃદ્ધ લોકો અથવા જેમને પહેલાથી જ અસ્થમા, ડાયાબિટીઝ અથવા હૃદય રોગની બીમારી છે તેમના મામલામાં  જોખમ ગંભીર હોઈ શકે છે. શરદી અને ફલૂના વાયરસમાં પણ આ જ પ્રકારના લક્ષણ જોવા મળે છે.
 
* જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ થાય તો ?
 
- હાલ કોરોના વાયરસનો કોઈ ઈલાજ નથી પરંતુ રોગના લક્ષણો ઘટાડતી દવાઓ આપી શકાય છે.
- જ્યાં સુધી તમે સ્વસ્થ ન થઈ જાવ ત્યા સુધી બધાથી દૂર રહો 
- કોરોના વાયરસની સારવાર માટે વેક્સીન શોધવાનુ કામ ચાલી રહ્યું છે.
- આ વર્ષના અંત સુધીમાં તેનું માનવ પરીક્ષણ કરવામાં આવશે.
- કેટલીક હોસ્પિટલો એન્ટિવાયરલ દવાઓની પણ તપાસ કરી રહી છે.
 
* કોરોનાથી બચવાના ઉપાય શું છે?
 
- આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
- તેમના મતે હાથ સાબુથી ધોવા જોઈએ.
- આલ્કોહોલ આધારિત હેન્ડ રબનો પણ ઉપયોગ કરી શકાય છે.
- ખાંસતી અને છીંકતી વખતે નાક અને મોંઢુ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકેલુ  રાખો.
- શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા લોકોથી દૂર રહો.
- ઇંડા અને માંસના વપરાશ ટાળો.
- જંગલી પ્રાણીઓના સંપર્કમાં રહેવાનું ટાળો.
 
* માસ્ક કોણે અને કેવી રીતે પહેરવો ?
 
- જો તમે સ્વસ્થ હો તો તમારે માસ્કની જરૂર નથી.
- જો તમે કોરોના વાયરસથી સંક્રમિત કોઈની કાળજી લઈ રહ્યા છો, તો તમારે માસ્ક પહેરવો પડશે.
- જે લોકોને તાવ, કફ અથવા શ્વાસની તકલીફ હોય તેમણે માસ્ક પહેરીને જ ડોક્ટર પાસે જવું જોઈએ.
- જે લોકોને તાવ, કફ અથવા શ્વાસની તકલીફ હોય તેમણે માસ્ક પહેરીને તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.
 
* માસ્ક પહેરવાની રીત: -
 
- માસ્ક પર સામેથી હાથ ન લગાવવો જોઈએ 
- જો તમારો હાથ લાગી જાય તો તરત જ હાથ ધોવો જોઈએ.
- માસ્ક એવી રીતે પહેરવુ જોઈએ કે તમારું નાક, મોં અને દાઢીનો ભાગ ઢંકાયેલો રહે. .
- માસ્ક કાઢતી વખતે, માસ્કનુ લાસ્ટિક કે માસ્કની દોરી પકડીને કાઢવો જોઈએ. માસ્કને હાથ ન લગાવવો જોઈએ. 
- માસ્ક દરરોજ બદલવો જોઈએ.
 
* કોરોનાનું જોખમ કેવી રીતે ઘટાડવુ, વાંચો ઉપાય 
 
- કોરોના જેવા વાયરસ, ઉધરસ અને છીંકથી પડતા ટીપાં દ્વારા ફેલાય છે.
- તમારા હાથને સારી રીતે ધોઈ લો
- ખાંસી અથવા છીંક આવે ત્યારે તમારા મોંને ઢાંકી દો.
- જો હાથ સાફ ન હોય તો આંખો, નાક અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળો.
 
 
કોરોનાનું સંક્રમણ ફેલાતા કેવી રીતે અટકાવશો ?
 
- બસ, ટ્રેન, ઓટો અથવા ટેક્સી જેવા જાહેર વાહનો દ્વારા મુસાફરી કરશો નહીં.
- મહેમાનોને ઘરે આમંત્રણ ન આપો.
- ઘરનો સામાન બીજા પાસેથી મંગાવો અને તેને સેનેટાઈઝ કરીને જ ઘરની અંદર લો. 
- ઓફિસ, શાળા અથવા જાહેર સ્થળોએ ન જશો.
- જો તમે વધુ લોકો સાથે રહી રહ્યા છો, તો વધુ સાવધ રહો.
- અલગ રૂમમાં રહો અને વધુ લોકો દ્વારા વપરાતુ રસોડું અને બાથરૂમ સતત સાફ કરો.
- 14 દિવસ સુધી આવુ કરતા રહો જેથી સંક્રમણનું જોખમ ઓછું થાય.
- જો તમે સંક્રમિત વિસ્તારમાંથી આવ્યા છો અથવા કોઈ સંક્રમિત  વ્યક્તિ સાથે સંપર્કમાં છો, તો તમને એકલા રહેવાની સલાહ આપવામાં આવી શકે છે. તેથી ઘરમાં રહો.
 
ઉપસંહાર: આશરે 18 વર્ષ પહેલાં સાર્સ વાયરસ દ્વારા આવી જ  ખતરો મંડરાય રહ્યો હતો.  2002-03માં, સાર્સને કારણે 700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.  આખા વિશ્વમાં હજારો લોકોને ચેપ લાગ્યો હતો. આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પણ તેની અસર પડી હતી. કોરોના વાયરસ વિશે હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી કે પાર્સલ, બાઈટ્સ અથવા ખોરાક દ્વારા કોરોના વાયરસ ફેલાય છે. કોરોના વાયરસ જેવા વાયરસ શરીરની બહાર લાંબા સમય સુધી  ટકી શકતા નથી.
લોકોમાં કોરોના વાયરસને લઇને એક જુદુ જ ટેંશન જોવા મળી રહ્યુ છે. મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનિટાઈઝર્સની અછત છે, કારણ કે લોકો તેને ખરીદવા માટે વધુને વધુ ઉમટી રહ્યા છે.
 
એરપોર્ટ પર મુસાફરોની સ્ક્રીનીંગ હોય કે પ્રયોગશાળાના લોકોની ટેસ્ટિંગ હોય, સરકારે કોરોના વાયરસથી બચવા માટે અનેક તૈયારીઓ કરી છે. કોઈપણ પ્રકારની અફવાને ટાળવા માટે અને ખુદની સુરક્ષા માટે આપણે કેટલાક સૂચનોનુ પાલન કરીશુ તો આપણે જરૂર એક દિવસ આ બીમારી સામે જીતી જઈશુ.