રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Modified: ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (12:51 IST)

ગુજરાતી ફિલ્મ ‘ શું થયું’નું ટ્રેલર લોન્ચ થયું

બેલ્વેડેર ફિલ્મ્સ અમદાવાદમાં સ્થિત એક ફિલ્મ નિર્માણ કંપની છે. આ કંપનીએ ફેબ્રુઆરી 2015માં શરૂઆત કરી અને 4 વર્ષમાં ફિચર ફિલ્મમાં સ્પર્ધાત્મક ક્ષમતા હાંસલ કરી છે. ખુબ ઓછા સમયમાં બેલ્વેડેર ફિલ્મ્સએ સર્જનાત્મક અને પ્રોફેશનલ વ્યક્તિઓ સાથે મળીને 5 ફિચર ફિલ્મો બનાવી છે. પહેલો પ્રોજેક્ટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ 20 નવેમ્બર 2015ના રિલીઝ થઇ હતી જે ખુબ જ સફળ રહી અને બોક્સ ઓફીસના બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા.એક વર્ષ પછી ‘ડેઝ ઓફ ટફરી’ રિલીઝ થઇ,જે છેલ્લો દિવસની રીમેક હતી.19 મે 2017માં ‘કરસનદાસ પે એન્ડ યુસ’ ફિલ્મ રિલીઝ થઇ જેમાં ઇન્ડિયામાં નિમ્ન વર્ગના લોકોનું વર્ણન હતું

જે દર્શકોને ખુબ ગમી. ફિલ્મ ‘વાંઢા વિલાસ’ મે 2018માં રિલીઝ થઇ અને હવે બેલ્વેડેર ફિલ્મ્સ લાવી રહ્યા છે તેની આગામી ફિલ્મ શું થયું? જે ઓગસ્ટ 2018માં રિલીઝ થશે. બેંગ્લોર સ્થિત પ્રોડકશન હાઉસ ‘MD મીડિયા ગ્રુપ’ની સ્થાપના મહેશ દનાનાવારએ કરી છે જે બહુભાસીએન્ટરટેઈનીંગ ફિલ્મ્સનું નિર્માણ કરે છે. શું થયું? ફિલ્મ એ MD મીડિયા ગ્રુપની પહેલી નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મ છે. મનન ને દિપાલી જોડે લગ્ન કરવા છે અને ખુબ પ્રયત્ન પછી દિપાલી ના માં-બાપ ને લગ્ન માટે મનાવે છે. લગ્નની તૈયારીઓ શરૂ થાય છે પરંતુ તેના મિત્રો નીલ, વિરલ અને ચિરાગ સાથે રમતા સમયે લગ્ન પહેલા જ મનનનો અણધાર્યો અકસ્માત થાય છે. મનન એક જ વાક્ય વારંવાર વાગોળતો હોય છે અને તેના મિત્રો જ્યારે તેને ડોક્ટર પાસે લઈ જાય છે ત્યારે તેઓને ખબર પડે છે કે મનન તેના પાછલા 2 વર્ષની યાદ શક્તિ ભૂલી બેઠો છે કેમકે તેને માથા પર ઈજા પહોંચી હોય છે. હવે મનન દિપાલી ને ઓળખતો નથી અને તેના મિત્રો સિવાય આ અકસ્માતની કોઈ ને જાણ હોતી નથી. શું મનનના લગ્ન થશે? શું મનન બધું યાદ આવશે? શું એના પરિવારને આ વિશે જાણ થશે? શું મનન કહી શકશે, શું થયું?