શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (14:06 IST)

નટસમ્રાટઃ મનોજ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા અને દિપિકા ચિખલીયાનો મજબૂત અભિનય

નટસમ્રાટ ફિલ્મ તમામ દર્શકોને પસંદ આવે તેવી ફિલ્મ છે. ફિલ્મ પુષ્કળ ઇમોશન્સ અને હળવા હાસ્યથી ભરેલી છે.” ફિલ્મમાં એક કલાકારની વાત છે ફિલ્મ એક એવા કલાકાર વિશે છે જે પોતાના કેરિયર દરમિયાન પૉપ્યુલારિટીની ઊંચાઈ પર હોય છે અને રિટાયર થાય છે. જો કે ત્યારબાદ તેઓ અનુભવે છે કે તેમની પૉપ્યુલારિટીનું કદ અને મહત્વ તેઓ સ્ટેજ પર હોય છે ત્યાં સુધી છે, ત્યારબાદ પરિસ્થિતિ અને પ્રિયજનોથી હારીને તેઓ ફુટપાથ સુધી પહોંચે છે.

પોતાની લાચારી જોઇ તેઓ સમજી જાય છે કે, આખરે તેઓ વિધિનાં હાથમાં એક કઠપૂતળી જ છે. મિત્ર માધવ(મનોજ જોષી) અને પત્ની(દીપિકા ચીખલીયા)નો પ્રેમ અને સહકાર ખોઇ, છેવટે પ્રેક્ષકો અને ચાહકોથી હંમેશા ઘેરાયેલો આ નટસમ્રાટ ગરીબી અને એકલતાનો ભોગ છે. સિદ્ધાર્થ રાંદેરિયા, મનોજ જોશી અને  દીપિકા ચીખલીયા ટોપીવાલાનો અભિનય દર્શકોને પકડી રાખનારો છે. સ્ટોરી વચ્ચે સહેજ ધીમી પડે છે પણ છતાંય દર્શકોને મજા પડે એમ છે. હળવું હાસ્ય, હૃદયમાં ભોંકે એવી ઈમોશન્સ અને એક કલાકારની સાચી વેદના આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. રિવ્યૂમાં ફિલ્મની થોડી વાતો હોય પણ આખી ફિલ્મની વાત તો સિનેમાંમાં ગયા પછી ખબર પડે. મજબૂત અભિનયથી ભરેલી સરસ ફિલ્મ.