ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ ફિલ્મથી ફરી ધૂમ મચાવશે સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદી

gujjubhai most wanted
Last Updated: મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (20:31 IST)

ગુજ્જુભાઈ ધી ગ્રેટની અદ્દભૂત સફળતા બાદ, ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડા (પેન) સાથે મળીને સિદ્ધાર્થ રાંદેરિયા પિક્ચર્સ લાવી રહ્યું છે
સૌપ્રથમ ગુજરાતી ફ્રેન્ચાઇઝ ફિલ્મ - "ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ" વર્ષ
2015 માં ગુજ્જુભાઈ સમગ્ર ગુજરાત અને મુંબઇના તમામ થિયેટર્સમાં છવાઈ ગયું હતું,


ગુજ્જુભાઈ નાટકના બ્રાન્ડ ઓફ હ્યુમર એવા
ગુજ્જુભાઈ ફરી સંપૂર્ણ રિબ-ટિકલીંગ કૉમેડી એટલે કે હસી-હસીને લોટપોટ કરાવી નાખે તેવી ફિલ્મ સાથે આવી રહ્યા છે.
ગુજરાતી રંગભૂમિના પીઢ અને લોકપ્રિય ગુજરાતી સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા - ઉર્ફ 'ગુજ્જુભાઈ' 'ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડ' સાથે ગુજ્જુભાઈ ફ્રેન્ચાઈઝીને એક સ્તર ઉપર લઇ જવા માટે તૈયાર છે.

gujjubhai most wanted


સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમીત ત્રિવેદીની સુપર હિટ જોડી તેમના કમાલ કોમિક ટાઇમિંગ અને અમેઝિંગ કેમેસ્ટ્રીથી
ખરા અર્થમાં પ્રેક્ષકોને હસાવીને-હસાવીને બેવડ કરી નાખશે.
ઈશાન રાંદેરિયાએ આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક તરીકેની જવાબદારી અદા કરી છે. 'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ' ના કલાઇમેકસ સીનને આ પહેલા ક્યારેય નહિ ફિલ્માવાયેલી એવી બ્રાન્ડ ન્યુ લોકેશન એટલે કે ટ્રાન્સસ્ટેડીયામાં ફિલ્માવામાં આવ્યો છે.

gujjubhai most wanted

'ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ' માં કુલ 4
ગીતો છે. 'ઓઢણી ઓઢું ' ને અત્યંત આધુનિક સાઉન્ડ ડિઝાઇન સાથે તેના અસલ મિજાજને જાળવી રાખી તે અનુરૂપ રી-ક્રિયેટ કરવામાં આવ્યું છે. 'લે લે મેરી લે લે' ગીત ક્રેઝી વિઝ્યુઅલ્સ સાથેનું પ્રી-ક્લાઇમેક્સ ગીત છે. તો ચોથું ગીત 'ગુજજુભાઇ જુલે છે ' નવા અવતાર અને રેપ તથા હીપ-હોપ સંગીત સાથે તેની લોકપ્રિયતામાં ઉમેરો કરે છે. ફિલ્મનું સંગીત સારેગામા પર રિલીઝ કરવામાં આવશે.

વર્ષ 1987માં
જયંતીલાલ ગડાએ ઇન્ડિયન ફિલ્મ પ્રોડકશન અને ડિસ્ટ્રીબ્યુશનના હેતુથી પેન ઇન્ડિયા લિમિટેડની 31 માર્ચના રોજ સ્થાપના કરી હતી. મુંબઈમાં જ સ્થાપિત થયેલ પેન ઇન્ડિયા કંપનીએ આજસુધી મોટા ભાગે હિન્દી ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કર્યું છે. વર્ષ 1992માં કંપનીએ વિસ્તાર કરીને "પોપ્યુલર એન્ટરટેઇન્મેન્ટ નેટવર્ક" નામ હેઠળ ફિલ્મોના વિડીયો રાઇટ્સ લેવાના શરુ કર્યા કે જેથી તેને અલગ અલગ માધ્યમો જેવા કે, વિડીયો કેસેટ્સ, સેટેલાઈટ્સ અને અન્ય વૈશ્વિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવી શકાય. કંપનીએ ત્યારબાદ ફિલ્મોના થિયેટર અને વિતરણ અધિકારોમાં પણ પ્રવેશ કર્યો.


વર્ષ 2000માં પેન ઇન્ડિયા લિમિટેડે ઝી-સિનેમા માટે હિન્દી ફિલ્મ એક્વિઝિશનના તમામ રાઇટ્સ ઝી ટીવી પાસેથી મેળવ્યા અને વર્ષ 2004 થી 2016 દરમિયાન 2500થી પણ વધારે ફીલ્મનોને એકીકૃત કરી 3000 કરોડથી પણ વધુની કમાણી કરી. આશરે 30 વર્ષોમાં પેન ઇન્ડિયા એ એકમાત્ર સ્વતંત્ર કમ્પની છે કે જેની પાસે સૌથી વધારે બૉલીવુડ ફિલ્મોના કન્ટેન્ટ અને વિડીયો રાઇટ્સ છે.પાછલા થોડા વર્ષોમાં પેન સ્ટુડિયોએ હિન્દી ફિલ્મના નિર્માણમાં પણ પેસારો કર્યો છે અને ઘણીબધી સફળ ફિલ્મો આપી છે જેવી કે - કહાની 1-2, શિવાય, સિંઘ ઇઝ બ્લિન્ગ, એન્ટરટેઇન્મેન્ટ અને બીજા ઘણા ફિલ્મ્સના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. આ ઉપરાંત પણ તેમણે ઘણા મોટા પાયે રિજનલ ભાષા જેવી કે તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ પ્રવેશ કર્યો છે અને હવે તેઓ મોટા પાયે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો :