શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 18 ઑક્ટોબર 2017 (14:08 IST)

Love ni BHavai Teaser - રેડિયો જોકીના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’નું ટ્રેલર લોન્ચ થયું

અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ લવની ભવાઈ’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મની વાર્તા સંદિપ પટેલ, મીતાઈ શુક્લા અને નેહલ બક્ષીએ લખી છે. આ ફિલ્મની વાર્તા રેડિયો જોકી પર આધારિત છે. રેડિયો જોકીની લાઈફ સામાન્ય રીતે એક સેલિબ્રિટી જેવી હોય છે. જેના માટે તેના લીસનર્સ જ સર્વસ્વ હોય છે. પરંતુ આર જેની લાઈફમાં શું સમસ્યાઓ હોય છે જે કોઈ જાણતું હોતું નથી. આ ફિલ્મમાં જેની વાત કરવામાં આવી છે.

ફિલ્મમાં આરોહી પટેલ એક આર જે હોય છે. જે લવની ભવાઈ નામનો શો હોસ્ટ કરે છે. આ શોમાં તે દરેકના લવની વાત કરતી હોય છે. એક સમય એવો આવે છે કે તે જાતે જ લવની એવી ભવાઈમાં ફસાઈ જાય છે જ્યાંથી ફિલ્મની વાર્તા વેગ પકડે છે. ટ્રેલરને જોતાં ફિલ્મમાં મલ્હાર સહિતના કલાકારોનો અભિનય દર્શકોને સીટ પકડીને ફિલ્મ જોવા માટે ચોંટાડી રાખે તેવો છે. આ અંગે ફિલ્મના દિગ્દર્શક સંદિપ પટેલે જણાવ્યું હતું કે માયએફએમમાં ફિલ્મ શૂટ કરતી વેળાએ જાણે હવામાં હોય એવું ફિલ થતું હતું. જ્યારે ફિલ્મના નિર્માતા આરતી પટેલે કહ્યું હતું કે મને હંમેશા અભિનેત્રી તરીકે નહીં પણ નિર્માત્રી તરીકે કામ કરવું વધારે ગમે છે. કારણ કે પ્રોડ્યુસરનું પ્રોફેશન મારો પ્રથમ પ્રેમ છે. આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તાનો ટુંકો પરિચય મેળવીએ તો એક બિઝનેસ મેન જેણે ક્યારેય કોઈ છોકરીમાં રસ લીધો નથી એવા આદિત્ય નામનો યુવાન એક એન્જિનિયર છે જેણે ઘણી બધી છોકરીઓ મળી છે પણ સાચો પ્રેમ નથી થયો. સાગર અને અંતરા ( આર જે) જેમને પ્રેમમાં બિલકુલ રસ નથી આ ફિલ્મ આ ત્રણની આસપાસ ફરે છે. એક સમય એવો આવે છે જ્યારે પ્રેમમાં બિલકુલ વિશ્વાસ નહીં ધરાવતી અંતરાના પ્રેમમાં આદિત્ય અને સાગર ગળાડૂબ થઈ જાય છે.