આટલુ કરશો તો બે મિનિટમાં માથાનો દુ:ખાવો મટી જશે

Last Modified બુધવાર, 18 મે 2016 (11:50 IST)
આપણી એટલી તણાવપૂર્ણ થઈ ગઈ છે કે માથાનો દુખાવો એક સામાન્ય વાત થઈ ગઈ છે. જો તેનો જલ્દી ઈલાજ ન કરવામાં આવે તો આ માઈગ્રેનનુ રૂપ પણ લઈ શકે છે.
આજે અમે તમને આ સમસ્યામાંથી મુક્તિ મેળવવના કેટલાક બતાવીશુ. જેનાથી તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

- શરીરમાં પાણીની કમીને કારણે પણ માથાનો દુખાવો રહે છે. દિવસમાં ઓછામાં ઓછા 7-8 ગ્લાસ પાણી પીવો. પાણી પીવાથી માથાનો દુ:ખાવાથી જલ્દી રાહત મળી જાય છે.

- આદુ માથાના દુખાવાની અચૂક દવા છે.
દૂધ સિવાય આદુની ચા પીવાથી આરામ મળે છે. આ માથાના સોજાને ઓછો કરે છે.

- ફુદીના અને લીલા ધાણા બરાબર માત્રામાં લઈ લો. તેમને વાટીને માથા પર લગાવવાથી દુખાવાને રાહત મળે છે અને તણાવ પણ ઓછો થાય છે.

- રોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી માથાનો દુ:ખાવો ઠીક થઈ જાય છે. આ ઘરેલુ ઉપચાર તમને આ દુખાવામાંથી રાહત તો આપે છે છતા પણ તમારે ડોક્ટરી સલાહ પણ જરૂર લેવી જોઈએ.


આ પણ વાંચો :