શુ આપ સેક્સ પછી આટલુ ધ્યાન રાખો છો ?

વેબ દુનિયા|

P.R
શું તમે બાદ તમારા પાર્ટનર સાથે વાતચીત નથી કરતા અને તુરંત જ મીઠી નીંદરમાં ગરકાવ થઇ જાવ છો? જો આવું હોય તો સાવચેત થઇ જજો. કારણ કે સેક્સ બાદ વાતચીત તમારા પાર્ટનર માટે બહુ મહત્વ ધરાવે છે.

મિશિગન યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેક્સ બાદની વાતચીત બંને પાર્ટનર વચ્ચેના મધુર સંબંધ માટે બહુ જરૂરી છે.

સંશોધકોએ પોતાના અભ્યાસમાં જાણ્યું કે જે મહિલાઓના પાર્ટનરની આંખો જલ્દી ઊંઘમાં ઘેરાવા લાગે છે, તેઓ અસુરક્ષાનો અનુભવે છે અને તેમનો પાર્ટનર તેમની તરફ ધ્યાન આપે તેવું તેઓ ઇચ્છતી હોય છે. આ સંશોધનમાં 456 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો.
ડેલી મેલના સમાચાર અનુસાર સેક્સ બાદ એકબીજાના ગળામાં હાથ નાંખીને વાતચીત કરવાથી કમિટમેન્ટ જાહેર થાય છે. સંશોધનના મુખ્ય સંશોધક ડૉક્ટર ડેનિયમ ક્રૂગરે કહ્યું કે એવું જોવા મળે છે કે મોટાભાગના પુરુષો સેક્સ કર્યા બાદ તુરંત જ ઊંઘી જાય છે. ક્રૂગરે જણાવ્યું, "જ્યારે પુરુષ પહેલા સૂઇ જાય છે ત્યારે મહિલાઓ ઇચ્છે છે કે તેઓ ઊંઘી જવાને બદલે તેમની સાથે વાતચીત કરે. મહિલાઓને આની ખોટ સાલે છે. સેક્સ બાદ એકબીજાને થોડો સમય આપવો એટલું જ જરૂરી છે જેટલી જરૂરિયાત કોઇ સંબંધ બનાવતી વખતે કરવામાં આવતી વસ્તુઓની હોય છે."


આ પણ વાંચો :