શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : થાઈરોઈડ કેંસરમાં સમયસર સારવારથી ઈલાજ શક્ય

P.R
થાઇરોઇડ કેન્સરથી પીડિત લોકોમાં આ રોગ વિષેની જાગરુકતાની ઉણપ અને ઓળખમાં વિલંબ જીવલેણ સાબિત થઇ શકે છે અને સમયસર બીમારીની જાણ થતાં તેનો ઇલાજ સંભવ છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો અનુસાર ભારતમાં અત્યારસુધી લગભગ 4.2 કરોડ લોકો થાઇરોઇડ કેન્સરની અસરનો સામનો કરી ચૂક્યા છે. ડૉક્ટરો અનુસાર થાઇરોઇડ કેન્સર સૌથી ઘાતક બીમારીઓ પૈકીનું એક છે પણ કેન્સરના અન્ય પ્રકારોમાં સૌથી સાધ્ય પણ છે.

એમ્સના ન્યૂક્લિયર મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. સી. એસ. બલે જણાવ્યું, "સત્તાવાર આંકડા અનુસાર ભારતમાં થાઇરોઇડ કેન્સરના રોગીઓની સંખ્યા અમેરિકામાં આ બીમારીના 48 હજાર રોગીઓના દસમાં હિસ્સા બરાબર છે. આ રીતે આપણે સત્તાવાર રીતે ભારતમાં થાઇરોઇડ કેન્સરથી પીડિત લોકોની સંખ્યા 5થી 6 હજાર રાખી શકીએ."

બલે એ તરફ પણ ઇશારો કર્યો કે આ ડેટા સામાન્યરૂપે સરકારી હોસ્પિટલો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "અંગત હોસ્પિટલોમાં ઉપચાર કરાવી રહેલા રોગીઓની સંખ્યા વધી શકે છે જેના પરથી દર 10 હજાર ભારતીયોમાં એક બે બે કેસ થાઇરોઇડ કેન્સરના થવાના સંકેત મળે છે."