1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ પ્લસ : બીપીની દવાઓથી એપેન્ડિસાઇટિસ થઈ શકે છે ?

તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઇ રહ્યાં છો? શું આ પીડાને નાથવા તમે દવા ખાઓ છો? તો કદાચ અહીં આપવામાં આવેલી માહિતી તમારા કામની છે. વાસ્તવમાં એક નવા અભ્યાસમાં બ્લડ પ્રેશરની દવાઓ ખાવાથી થતાં જોખમની માહિતી આપવામાં આવી છે. 

અભ્યાસ અનુસાર બ્લડપ્રેશરની દવાઓ ખાવાથી વ્યક્તિને એપેન્ડિસાઇટિસ થવાની આશંકા 63 ટકા સુધી વધી જાય છે. અભ્યાસ અનુસાર એસીઈ અને એઆરબી જેવી દવાઓથી લાખો લોકોમાં આની આશંકા વધી જાય છે.

'ધ સન'ના સમાચાર અનુસાર આ દવાઓથી એપેન્ડિક્સમાં સોજો આવી શકે છે. અભ્યાસમાં લગભગ ત્રણ લાખ પુરુષો અને મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.