મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 16 જુલાઈ 2020 (20:30 IST)

કોરોના લોકડાઉનમાં શરદી, ખાંસી અને તાવથી બચવાના 10 ઘરેલુ ઉપાય

કોરોના વાયરસથી એ લોકોને વધુ જોખમ રહે છે જેમને શરદી-ખાંસી, અસ્થમા વગેરેની ફરિયાદ રહેતી હોય. કોરોના વાયરસ લૉકડાઉન પીરિયડમાં ખુદને શરદી-ખાંસી, કફથી બચાવી રાખવા માટે તમે આ ઘરેલુ 10 નુસ્ખા ટ્રાય કરી શકો છો. જે લોકોને હંમેશા શરદી, ખાંસી, કફ રહેતો હોય તેમને માટે આ લાભકારી છે.  કોરોના લોકડાઉનમાં શરદી, ખાંસી, કફથી બચવા માટે તમે પણ આ 10 ઘરેલું ઉપાયો પણ અજમાવી શકો છો.
 
1. તુલસીના પાન અને મીઠુ - જો તમને શરદી-તાવની ફરિયાદ છે તો તુલસીના પાન સંચળ સાથે ખાવ આવુ નિયમિત કરવાથી તમને જલ્દી આરામ મળશે. 
 
2. હળદરવાળુ દૂધ - જે લોકોને હંમેશા શરદી, ખાંસી, તાવની તકલીફ રહે છે તેમને રાત્રે સૂતા પહેલા હળદરવાળુ દૂધ પીવુ જોઈએ.  હળદરવાળુ દૂધ પીવાથી તમારી શરદી, ખાંસી તાવની તકલીફ પણ ઠીક થઈ જશે અને આરોગ્ય પણ સારુ રહેશે. 
 
3. લીબૂ અને આદુ - જે લોકોને વારંવાર શરદી-તાવ અને ખાંસીની ફરિયાદ રહે છે તેમણે લીંબુનો રસ આદુ સાથે લેવો જોઈએ.  લીંબૂ-આદુનુ રોજ સેવન કરવાથી શરદી-તાવ, ખાંસીની તકલીફથી છુટકારો મળી જાય છે. 
 
4. લસણ - જો તમને હંમેશા શરદી-તાવની જો તકલીફ હોય તો લસણને ઘીમાં શેકી લો અને તેને ગરમ ગરમ ખાઓ. આ કરવાથી તમે શરદી અને કફથી છૂટકારો મેળવો છો  અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
 
5 શેકેલા ચણા - રાતે સૂતા પહેલા શેકેલા ચણા ખાઈને  અને ગરમ દૂધ પીવો. તે શ્વાસની નળી  સાફ કરે છે અને શરદી, ખાંસી અને કફથી રાહત આપે છે
 
6. મસાલા ચા - શરદી, તાવ અને ખાંસીથી રાહત મેળવવા માટે ગરમ ગરમમસાલા ચા પીવો. આ માટે ચામાં આદુ, તુલસી અને કાળા મરી મિક્સ કરો. મસાલા ચા સ્વાદમાં  પણ સારી લાગે છે અને શરદી, તાવ  અને ખાંસીથી પણ રાહત આપે છે.
 
7 કાળા મરી -  બેડ પર જતા પહેલાં  2-3 કાળા મરી ચાવવાથી શરદી, ખાંસી અને લાંબી કફની સમસ્યામાંથી મુક્તિ મળે છે. તુલસીના પાનમાં કાળા મરી નાખીને ખાવાથી શરદી મટે છે.
 
8 ગાજરનુ જ્યુસ - જે લોકોને હંમેશાં ઉધરસ અને શરદી રહે છે, તેઓએ નિયમિતપણે ગાજરનો રસ પીવો જોઈએ. ગાજરનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કફ અને શરદીને મટાડે છે.
 
9 આદુ અને મીઠુ - જો શરદી અને તાવને કારણે ગળું દુખતું હોય તો  આદુને નાના ટુકડામાં કાપીને તેમા મીઠુ મિક્સ કરીને ખાઈ લો.  આવુ કરવાથી શરદી ખાંસી ઠીક થઈ જાય છે અને ગળુ પણ ખુલી જાય છે. 
 
10 ગરમ પાણી અને મીઠાના કોગળા  - શરદી ખાંસીથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમા મીઠુ નાખીને કોગળા કરો. ખાંસી શરદીથી છુટકારો મેળવવાનો આ સૌથી સહેલો ઉપાય ઘરેલુ ઉપચાર છે.