ગેસ, કબજીયાત અને અપચ ગુજરાતીઓના ખાસ રોગો માટે આ 5 ઉપાય
* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે.
* કબજીયાતને દૂર કરવા માટે શાક- ભાજીમાં લસણ નાંખીને રાંધવી દરરોજ લસણનો પ્રયોગ કરવાથી કબજીયાત નથી રહેતી.
* જીવ ગભરાતો હોય અને ઉલ્ટી થઈ રહી હોય તો 4-5 લવિંગ, એક ચમચી ખાંડમાં એકદમ જીણા પીસીને ચપટી ભરીને જીભ પર રાખીને ચાટવાથી આરામ મળે છે.
* મગની દાળને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેમાં 2 લવિંગ નાંખીને બનાવવામાં આવે તો તે વધારે પાચનકર્તા રહે છે અને ગેસ પણ નથી થતો.
* મેથીને અજમાની સાથે યોગ્ય માત્રામાં લઈને પીસી લો અને જમ્યા બાદ નવાયા પાણીની સાથે એક ફાકી મારી લો તેનાથી ગેસ અને અપચો નહી થાય.