રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (09:15 IST)

#Health tips- અનેક રોગોમાં ઉપયોગી અળસી

અળસીમાં અનેક અસરકારક ગુણો છે પણ બહુ ઓછા લોકોને આ વિષેની જાણકારી હશે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. ઓમેગા 3 આપણા શરીરની અંદર નથી બનતું માટે ભોજન દ્વારા જ તે ગ્રહણ કરી શકાય છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.
 
અળસીના ફાયદા -
- અળસી શરીરને ઊર્જા અને સ્ફૂર્તિ પૂરી પાડે છે.
- કેન્સરરોધી હોર્મોન્સની સક્રિયતા વધારે છે.
- લોહીમાં શર્કરા તથા કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે.
- સાંધાના દર્દમાં રાહત આપે છે.
- પેટ સાફ રાખવાનો ઘરેલુ અને સરળ નુસખો છે.
- હૃદય સંબંધી રોગોના જોખમને ઓછું કરે છે.
- હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે.
- ત્વચાને સ્વસ્થ રાખે છે અને ડ્રાયનેસ દૂર કરી એગ્ઝિમાથી બચાવે છે.
- તે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
- તેનું નિયમિત સેવન રજોનિવૃત્તિ સંબંધી પરેશાનીઓ સામે રાહત પૂરી પાડે છે. માસિક ધર્મ દરમિયાન તાણ ઓછો કરી ગર્ભાશય સ્વસ્થ રાખે છે.
- યકૃત સ્વસ્થ રાખે છે.
 
બીમારી અનુસાર અળસીનું સેવન-
- જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.
- દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.
- ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.
- કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.
-અલસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.
- જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.
 
અળસીનું તેલ પણ ગુણકારી છે-
અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.
 
માન્યતા -
કેટલાક લોકોનું માનવું છે કે અળસી ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઇએ. પણ આ એક માત્ર ભ્રમ છે. અળસી તમે કોઇપણ ઋતુમાં ખાઇ શકો છો. તે ગરમ નથી હોતી. બની શકે કે શરૂઆતમાં તમને તેના સેવનથી પાળતા ઝાડા થાય પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં બધુ સુવ્યવસ્થિત થઇ જશે.