ઓડિશાના કટકમાં કર્ફ્યુ..., ઇન્ટરનેટ પર પ્રતિબંધ; 8 પોલીસકર્મીઓ સહિત 25 ઘાયલ
ઓડિશાના કટકમાં રવિવારે મૂર્તિ વિસર્જન દરમિયાન બાઇક રેલી પર પ્રતિબંધ મુકાયા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. પોલીસે વિરોધ પ્રદર્શનને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં 8 પોલીસકર્મીઓ સહિત 25 લોકો ઘાયલ થયા હતા.
હિંસા દરમિયાન અનેક સ્થળોએ આગચંપીનાં બનાવો પણ નોંધાયા હતા. જોકે, વહીવટીતંત્રે તાત્કાલિક કલમ 144 લાગુ કરી હતી અને શહેરમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પરિસ્થિતિ પર કડક નજર રાખવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. શહેરમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
હિંસાને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને વાહનોને નુકસાન થયું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો.
/div>