શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મુંબઈ. , બુધવાર, 26 જૂન 2019 (15:04 IST)

અમેરિકાની લૈબે કર્યો દાવો, ભારતમાં વપરાતા Iodized મીઠામાં છે જીવલેણ ઝેર

ભારતમાં વેચાનારા બ્રાંડેડ સંશોધિત આયોડીન યુક્ત મીઠામાં જીવલેણ પોટેશિયમ ફેરોસાયનાઈડ જેવા કાર્સિનોજેનિક અને હાનિકારક ઘટક ખતરનાક સ્તર સુધી જોવા મળે છે. આ વાતનો દાવો અમેરિકાની એક લૈબની રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ માહિતી સુરક્ષિત મીઠા માટે અભિયાન ચલાવનારા એક કાર્યકર્તાએ આપી છે. 
 
ગોઘુમ ગ્રૈંસ એંડ ફૉર્મ્સ પ્રોડક્ટસ્ના ચેયરમૈન શિવ શંકર ગુપ્તાએ જણાવ્યુ કે અમેરિકાની વેસ્ટ એનાલિટિકલ લેબોરેટરીઝની તપાસમાં જોવા મળ્યુ છે કે દેશના કેટલાક ટોચની બ્રાંડના મીઠામા પોટેશિયમ ફેરોસાયનાઈડની માત્રા 4.71 થી લઈને 1.90 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામમાં જોવા મળી છે. એજંસીના મુજબ તેમની તરફથી ભારતીય મીઠુ ઉત્પાદક કંપનીઓને સતત પ્રતિક્રિયા લેવાની કોશિશ કરવામાં આવી.  પણ કોઈએ પણ જવાબ ન આપ્યો. 
 
હાનિકારક તત્વોથી યુક્ત મીઠા વિરુદ્ધ અભિયાન ચલાવનારા 91 વર્ષીય ગુપ્તાએ કહ્યુ કે દુનિયાના કોઈપણ દેશમાં ખાવાના મીઠામાં કે અન્ય ખાદ્ય સામગ્રીઓમાં ફોટેશિયમ ફેરોસાયનાઈડ યુક્ત મીઠાના ઉપયોગની મંજુરી નથી.  ગુપ્તાએ દાવો કર્યો કે ખાદ્ય મીઠુ નિર્માણ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ આયોડીન અને સાઈનાઈડ જેવા ખતરનાક રસાયણોથી લદાયેલા ઔદ્યોગિક કચરાને સામાન્ય રૂપથી ફરી પૈક કરી બજારમાં તેને ખાદ્ય મીઠાના રૂપમાં વેચી રહી છે.  જેને કારણે લોકો કેંસર, હાઈપરથાયરાયડિજ્મ, હાઈબીપી, નપુંસકતા, જાડાપણુ, કિડની ફેલ થવી વગેરે જેવી બીમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. 
 
તેમનુ કહેવુ છ એકે આ કંપનીઓ મીઠા સાથે સંશોધિત કરવાના રૂપને પણ ગુપ્ત રાખે છે. મીઠાને રિફાઈન કરવા માટે ખતરનાક રસાયણોનો ઉપયોગ કરે છે. મીઠામાં સ્વભાવિક રોપથી આયોડિન રહે છે. પણ આ કંપનીઓ તેમા ઉપરથી આયોડિન ભેળવી રહી છે.  જે ખાદ્ય મીઠાને ઝેર બનાવવાનુ કામ કરી રહ્યુ છે.  ગુપ્તાએ એ પણ કહ્યુ કે સરકારી વિભાગો અને ઉત્પાદક કંપનીઓની પરસ્પર મિલીભગતથી આયોડીન યુક્ત મીઠાના નામ પર ગ્રાહકોને લૂટવામાં આવી રહ્યા છે. 
 
મીઠુ ઉત્પાદન એકમોમાં કામ કરનારા કર્મચારીઓના જીવ સાથે પણ આ કંપનીઓ રમત કરી રહી છે.   તેમનુ કહેવુ છ એકે આરટીઆઈથી જાણ થઈ છે કે ભારતના કોઈ મોટા મીઠા ઉત્પાદક કંપનીએ પરિક્ષણ કે લાઈસેંસ માટે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ(એફએસએસએઆઈ) માં અરજી કરી નથી. આ ઉપરાંત દેશમાં એવી કોઈ લૈબ નથી જ્યા મીઠામાં સાઈનાઈડની માત્રાની તપાસ થઈ શકે.