રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : રવિવાર, 17 જાન્યુઆરી 2021 (15:49 IST)

ચપટી મીઠાનો આ રીતે કરો ઉપયોગ, થશે ઘરમાં ધનનો વરસાદ

મીઠુ એવી વસ્તુ છે જે દરેક કોઈના રસોડામાં જોવા મળશે. પણ આ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે જ કામ નથી આવતુ. તેના અનેક બીજા ફાયદા  પણ છે. જે આપણા આખ્કા ઘરની સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલુ છે અને હા આ માટે તમારે મીઠુ ખાવાનુ નથી પણ તેનો કંઈક આ રીતે ઉપયોગ કરવાનો છે.  ચપટીભર મીઠાના આવા પણ ફાયદા હોઈ શકે છે એ જાણીને તમે નવાઈ પામશો. બની શકે કે આ તમને અંધવિશ્વાસની વસ્તુ લાગે પણ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરની સુખ સમૃદ્ધિ અને અન્ય અનેક સમસ્યાઓ માટે મીઠા સાથે જોડાયેલા ઉપાય બતાવાયા છે. 
 
તો આવો જાણીએ આ ઉપાય 
 
દરિદ્રતા દૂર કરવા માટે - અઠવાડિયામાં એક દિવસ ગુરૂવાર છોડીને રોજ ઘરમાં પોતુ લગાવતી વખતે પાણીમાં થોડુ આખુ મીઠુ એટલેકે સમુદ્રી મીઠુ મિક્સ કરી લેવુ જોઈએ. આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. 
 
બીજો ઉપાય છે ધનનો પ્રવાહ ઘરમાં કાયમ રાખવા માટે - ઘરમાં ધનનો પ્રવાહ કાયમ રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈને તેમા પાણી અને મીઠુ મિક્સ કરી ઘરના નૈઋત્ય ખૂણામાં મુકી દો અને તેની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકાય તો એ ગ્લાસને સાફ કરેને ફરીથી મીઠુ નાખીને ભરી દો. 
 
ધન પ્રાપ્તિ અને બરકત માટે - મીઠાને કાંચના પાત્રમાં મુકો અને તેમા ચાર પાંચ લવિંગ નાખી દો. તેનાથી ધનની આવક શરૂ થવા માંડશે અને ઘરમાં બરકત પણ કાયમ રહેશે  તેનાથી એક બાજુ જ્યા મીઠામાં સુગધ કાયમ રહે છે તો બીજી બાજુ આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી થતી નથી. 
 
બાથરૂમને ટોયલેટ દોષથી મુક્તિ - મીઠુ દરેક પ્રકારની ગંદકીને હટાવનારુ રસાયણ છે. એક કાંચની વાડકીમાં આખુ મીઠુ ભરો અને આ વાડકીને બાથરૂમમાં મુકી દો. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ટોયલેટમાં કંચના બાઉલમાં ક્રિસ્ટલ સોલ્ટ એટલે કે કકરુ મીઠુ ભરીને મુકી દો. 15 દિવસ પછી બદલી નાખો. પહેલા ટોયલેટના સિંકમાં નાખે એદો. જો કોઈ કારણસર ટોયલેટ ઉત્તર પૂર્વ માં હોય તો તેના દરવાજા પર રોઅરિંગ લાયન એટલે કે દહાડ પાડતા સિંહનો ફોટો પેસ્ટ કરી દો. 
 
મીઠાથી મટાડો વાસ્તુદોષ - જો બે ત્રણ પ્રકારના વાસ્તુદોષ ભેગા હોય તો તેને તમે બદલી શકતા નથી. મનમાં ખિન્નતા ભય ચિંતા થવા માંડશે.  જો આવુ રહેતુ હોય તો બંને હાથમાં આખુ મીઠુ ભરીને થોડીવાર મુકી રાખો પછી વોશબેસિનમાં નાખીને પાણીમાં વહાવી દો. મીઠુ આમ તેમ ન ફેંકો. 
 
નજર ઉતારવા માટે  - જો તમને કે કોઈની બાળકની નજર લાગી ગઈ છે તો સાત વાર એક ચપટી મીઠુ તેના પરથી ઉતારીને તેને વહેતા પાણીમાં વહાવી દો. નળ ખોલો અને તેને નળના વહેતા પાણીમાં નાખી દો. તેનાથી નજર દોષ દૂર થઈ જશે. વ્યક્તિગત અવરોધ માટે એક મુઠ્ઠી દળેલુ મીઠુ લઈને સાંજે પોતાના માથા પરથી ત્રણ વાર ઉતારી લો અને તેને દરવાજાની બહાર ફેંકો.  આવુ ત્રણ દિવસ સતત કરો. જો આરામ ન મળે તો મીઠાને માથા પરથી ઉતારીને શૌચાલયમાં નાખીને ફ્લશ ચલાવી દો. ચોક્કસ રૂપથી લાભ મળશે. 
 
શનિના દુષ્પ્રભાવથી બચો - જો ભોજન કરતી વખતે તમને દાળ કે શાક વગેરેમં મીઠુ ઓછુ લાગે તો ઉપરથી મીઠુ ન નાખશો. આવામાં સંચળ અથવા મરચુ ઓછુ હોય તો કાળા મરીનો ઉપયોગ કરો.  જો તમે આવુ નહી કરો તો તેનાથી શનિનો દુષ્પ્રભાવ શરૂ થઈ જશે.