રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (00:08 IST)

કમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશો આ સરળ ઉપાય

મહિલાઓને પુરૂષ કરતાં કમરનો દુખાવાની પરેશાની વધારે રહે છે. તેના કારણે શારીરિક નબળાઈના સિવાય સતત એક જ જગ્યા પર બેસ્યા રહેવું લાઈફસ્ટાઈલમાં ગડબડ, હાડકાઓની નબળાઈ વગેરે થઈ શકે છે. ઘણી વાર તો કમરનો દુખાવો હોવાના કારણે કામ કરવુ મુશ્કેલ થઈ જાય છે. દરેક વાર તેના માટે દવાઓનો સેવન કરવું પણ હાનિકારક થઈ શકે છે. પણ તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવું લાભકારી છે. 
1. તુલસીની 3-4 પાનને પાણીમાં ઉકાળી તેમાં એક ચપટી મીઠું નાખી પીવું. 
2. આદું, લવિંગ અને કાળી મરીની હર્બલ ટી બનાવીને પીવું.
3. કમરના દુખાવામાં બરફની શેકાઈ કરવાથી આરામ મળે છે. 
4. દૂધમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદો મળે છે. 
5. મસાજ થેરેપીથી પણ કમરનો દુખાવામાં બહુ રાહત મળે છે.