નાનકડી Cherry કરે અનેક બીમારીઓ દૂર

cherry
Last Modified શનિવાર, 25 માર્ચ 2017 (16:16 IST)
ચટખ લાલ રંગનું નાનકડુ દેખાનારુ ફળ ચેરી સ્વાસ્થ્યવર્ધક ગુણોની ખાણ છે. ખાટા મીઠા સ્વાદને કારણે ચેરીને રેડ હૉટ સુપ્ર ફળ કહેવામાં આવે છે.
તેમા કાર્બોહાઈડ્રેટ, વિટામીન એ બી અને સી, બીટા કૈરોટિન, કેલ્શિયમ લોખંડ પોટેશિયમ ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે આપણા આરોગ્યને અનેક રોગોમાં લડવામાં મદદ કરે છે.

1. જાડાપણું - આજકાલ ઘણા લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે. તેનાથી મુક્તિ મેળવવા માટે તમે આ નાનકડુ ફળ ખાવુ શરૂ કરો. તેમા 75 ટકા પાણી હોય છે.
આ ઉપરાંત તેમા વસા પણ નથી જોવા મળતુ. જો તમે તેને રોજ ખાશો તો તેનાથી તમારા શરીરમાં ઉર્જાનું સ્તર વધશે અને તમે દરેક સમયે તમારી અંદર એક તાજગી અનુભવશો. જેની મદદથી તમારુ વજન ઓછુ થાય છે.


2. કબજિયાત - જો તમે રોજ ઓછામાં ઓછી 10 ચેરી ખાશો તો તેનાથી તમારા શરીરનએ 1.4 ગ્રામ ફાઈબર મળશે. ફાઈબરની જ મદદથી તમારા શરીરની પાચન ક્રિયા સારી રીતે કામ કરી શકે છે અને તેની મદદથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે.

3. કેંસર - ચેરીમાં ફ્લેવોનૉયડ અને ફિનૉનિક એસિડ જેવા એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે. જેનાથી શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતા વધે છે.
તેનાથી આપણા શરીરમાં કેસરના વધતા ટિશ્યૂઝને રોકવામાં મદદ કરે છે.

4. ત્વચા બને સ્વસ્થ - ચેરી ત્વચાને પોષણ આપે છે. પાણીથી ભરપૂર ચેરી શરીરમાં મળનારા ટૉક્સિનને દૂર કરે છે.
તેનાથી ત્વચા કાંતિમય અને સ્વસ્થ થઈ જાય છે. ડ્રાઈ ત્વચા પર ચેરીની પેસ્ટ અદ્દભૂત કામ કરે છે. તૈલીય ત્વચામાં ખીલ જેવા ત્વચા રોગ થવાની શક્યતા રહે છે. ચેરીના નિયમિત સેવનથી ત્વચાની આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.

5. હ્રદયરોગ - ચેરીમાં જોવા મળતા બીટા-કૈરોટીન અને ક્યૂર્સિટિન દિલના રોગોને ઓછો કરવામાં મદદગાર સાબિત થાય છે. તેથી જે લોકો દિલની બીમારીથી પીડિત હોય તેઓ આ ફળને પોતાની રોજની ડાયેટમાં જરૂર સામેલ કરે.

6. સારી ઉંઘ માટે - જો તમને ઉંઘ નથી આવતી અને એક સારી ઉંઘ માટે તમે રોજ દવાઓની મદદ લો છો તો તમને બતાવી દઈએ કે ચેરીની મદદથી તમે એક સારી ઊંઘ મેળવી શકો છો. રોજ સવારે અને સાંજે એક ગ્લાસ ચેરીનુ જ્યુસ પીવાથી રાત્રે ખૂબ સારી ઊંઘ આવે છે.આ પણ વાંચો :