શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (16:58 IST)

Gujarati Health tips- કોઈપણ જાતની દવા વગર જ સ્વસ્થ રહેવુ છે ? તો આ રીતે પીવો પાણી

આરોગ્ય માટે પાણી પીવુ સારી ટેવ છે. સ્વસ્થ રહેવા માટે દરેક માણસે આખો દિવસ દામિયાન ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ. 
 
આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે સવારે તાંબાના પાત્રમાં પાણી પીવુ વિશેષ રૂપે લાભદાયક હોય છે. આ પાણીને પીવાથી શરીરમાં અનેક રોગ દવા લીધા વગર જ ઠીક થઈ જાય છે. સાથે જ આ પાણીથી શરીરના ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે.  રાત્રે આ પ્રકારના તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્રજળના નામથી ઓળખવામાં આવે છે.   એ ધ્યાન રાખવાની વાત છે કે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલુ પાણી જ લાભકારી હોય છે. જે લોકોને કફની સમસ્યા વધુ રહે છે તેમને આ પાણીમાં તુલસીના થોડાક પાન નાખી દેવા જોઈએ.  ખૂબ ઓછા લોકો જાણે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. આજે અમે તમને  જણાવીશુ આ પાણી પીવાના ફાયદા 
 
જે લોકો પાણી વધુ પીએ છે તેમની સ્કિન પર વધુ સમય સુધી કરચલીઓ દેખાતી નથી. આ વાત એકદમ સાચી છે. પણ શુ તમે જાણો છો કે જો તમે તાંબાના વાસણમાં ભરેલુ પાણી ભરશો તો તેને ત્વચાનુ ઢીલાપણું વગેરે દૂર થઈ જાય છે.  ડેડ સ્કિન પણ નીકળી જાય છે અને ચેહરો હંમેશા ચમકતો દેખાય છે.