Best Drink To Lower Cholesterol - આ શાકભાજીનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ થશે કંટ્રોલ અને હાડકાં થશે મજબૂત
શિયાળાની ઋતુમાં લોકો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બને છે. આવી સ્થિતિમાં તમારું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે તે જરૂરી છે. આને નિયંત્રિત કરવા માટે, તમે તાજા ગાજરના રસનું સેવન શરૂ કરી શકો છો. તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન A, B1, B2, B3, E, K, મેંગેનીઝ, બાયોટિન, ફોસ્ફરસ, ફોલેટ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આંખોની રોશની સુધારવાની સાથે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આવો અમે તમને જણાવીએ કે ગાજરનો રસ પીવાથી તમને કયા કયા ફાયદા થશે.
ગાજરનો રસ પીવાના ફાયદા
ઈમ્યુનીટી વધારે : ગાજરમાં વિટામીન Aની સાથે બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
દિલને રાખે હેલ્ધી - આ જ્યૂસમાં પોટેશિયમ મળી આવે છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
હાડકાં બનાવેમજબૂત : ગાજરના રસમાં વિટામીન Kની સાથે પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂર્ણ કરે છે. જેના કારણે તમારા હાડકા મજબૂત રહે છે.
બ્લડ શુગરને કરે કંટ્રોલ : ગાજરમાં મેંગેનીઝ, મેગ્નેશિયમ અને કેરોટીનોઈડ્સ મળી આવે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
વજન ઘટાડે : ગાજરના રસમાં વિટામિન બી વધુ માત્રામાં જોવા મળે છે જે ગ્લુકોઝ, ચરબી અને પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલું ફોસ્ફરસ મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે.
ગાજરનું જ્યુસ બનાવવાની રીત
ગાજરનો રસ બનાવવા માટે ગાજરની સાથે આમળા, કોથમીર, કાળા મરી, ટામેટા અને સેંધા મીઠું ઉમેરીને ગાઈન્ડ કરી લો. આ પછી તેને ગાળી લો. આ પછી તેનું સેવન કરો. આ ઉપરાંત તમે ગાજરનો રસ પણ પી શકો છો. તમે દરરોજ સવારે તેનું સેવન કરી શકો છો.