શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 19 જુલાઈ 2019 (10:57 IST)

જો ડાયાબીટિસ છે તો ફોલો કરો આ બ્રેકફાસ્ટ ટિપ્સ

સવારના બ્રેકફાસ્ટમાં શું લેવું 
 
સવારનો બ્રેકફાસ્ટ- મધુમેહના દર્દીઓએ હમેશા ઘરનો જ નાસ્તો કરવો જોઈએ. જેનાથી એ ઓછી ખાંડ અને વસાયુક્ત નાસ્તો રાંધીને ખાઈ શકે . 
નાસ્તામાં જો આખા અનાજ વાળી બ્રેડ(હોલ ગ્રેન બ્રેડ) અને સીરિયલ હોય તો સારું છે. એની સાથે ફળ પણ હોવા જરૂરી છે. આ  બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. 

સવારના બ્રેકફાસ્ટમાં હમેશા  નાસ્તામાં તાજા ફળ અને શાકભાજીના ઉપયોગ કરવા જોઈએ. જેનાથી શરીરને એંટીઓક્સીડેંટ મળે અને મધુમેહના લક્ષણોમાં કમી આવે. 
તમે તમારા બ્રેકફાસ્ટમાં અળસીના બીજ  પાવડરનો પણ પ્રયોગ કરી શકો છો. એને માત્ર 1 ચમચી લો. એમાં ઘણુ ફાઈબર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. 

તમે દરરોજ નાસ્તામાં ઓટમીલ જ ખાવા જોઈએ કારણકે આ મધુમેહના દર્દીઓ માટે સૌથી ઉત્તમ ગણાય છે. ઓટમીલ ફાઈબર યુક્ત હોય છે. 
મધુમેહ દર્દીઓને સવારના નાસ્તા સાથે વસા વગરનું  દૂધ પણ પીવું જોઈએ, જેનાથી એમના શરીરને કેલ્શિયમ મળતુ રહે.