શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (11:28 IST)

સાવધાન ! આ વસ્તુઓથી રહો દૂર નહી તો કોરોનાનો નવો વેરિએંટ કરી શકે છે તમારા પર પણ અટેક

immunity
દેશ દુનિયામાં એકવાર ફરીથી કોરોના મહામારીનો પ્રકોપ ફેલાય રહ્યો છે. આવામાં દરેક કોઈ પોતાના આરોગ્યને લઈને એલર્ટ થઈ ગયુ છે.  કોરોનાથી બચવા માટે તમારી ઈમ્યુનિટીને સ્ટ્રોંગ હોવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી હોય છે કોરોનાનો કહેર તેમના પર જલ્દી અસર કરે છે. તેથી તમારા આરોગ્યને અને ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત રાખવા માટે તમે આ કેટલીક વસ્તુઓથી હંમેશા માટે દૂર  રહો 
 
 કોલ્ડ ડ્રિંક્સ - કોલ્ડ ડ્રિંક આરોગ્ય માટે વધુ નુકશાનદાયક હોય છે. આવા સમય  જ્યારે દેશમાં ક્રોરોનાનો કહેર વધી રહ્યો છે તો ઠંડી વસ્તુઓનુ સેવન તમે ઓછામાં ઓછુ કરો. તેનાથી તમારી ઈમ્યુનિટી કમજોર થાય છે. જે કારણે શિયાળામાં શરદી અને ખાંસીની પરેશાની વધી જાય છે.  તેથી જો તમે ઈચ્છો છો કે રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત રહે તો તમારે કોલ્ડ ડ્રિંકનુ સેવન ન કરવુ જોઈએ. 
 
સ્મોકિંગ ને કહો No - સ્મોકિંગ દરેક હિસાબથી હાનિકારક છે. જેનુ સેવન ન  ફેફસા  સાથે જોડાયેલ બીમારી થાય છે, પરંતુ ઈમ્યુનિટી પણ્ણ કમજોર થતી જાય છે. ફેફસા કમજોર થવાથી શરીર આમ જ બીમારીનુ ઘર બની જાય છે.  તેથી જેટલુ જલ્દી બને તમે સ્મોકિંગ છોડી દો.  સાથે જ કોરોનાના પ્રકોપથી બચવા માટે તમારા ફેફસાંનું મજબૂત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તમારે ભૂલથી પણ ધૂમ્રપાન ન કરવું જોઈએ.
 
દારૂથી દૂર રહો
આલ્કોહોલને ક્યારેય સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવ્યું નથી. આના સતત સેવનથી તમારા ફેફસાં પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટતા જ તમે કોરોનાની ઝપેટમાં આવી શકો છો. તેથી, સ્વસ્થ શરીર અને કોરોનાથી બચવા માટે, દારૂથી કાયમ દૂર રહો.
 
મેદો 
મેદાથી બનેલી વસ્તુઓ ખાવામાં ભલે ટેસ્ટી લાગે, પરંતુ તે તમારા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. મેદો તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ નબળી બનાવે છે. તેથી આ સિઝનમાં બને તેટલો ઓછો ઉપયોગ કરો. જો તમે કોરોનાના પ્રકોપથી બચવા માંગતા હોવ તો તમારા ડાયટ મેનૂમાંથી સફેદ લોટ(મેદા)ને સંપૂર્ણપણે બાકાત રાખો.
 
ઠંડી વસ્તુઓ
શિયાળાની ઋતુમાં ઓછામાં ઓછી ફ્રીજમાં રાખેલી ઠંડી વસ્તુઓ ખાઓ. આને ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા ખૂબ જ વધી જાય છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.