બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (12:11 IST)

Health Gujarati Tips - જો તમે પણ વાયરલ ઈંફેક્શનમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો પીવો આ 2 મસાલાથી બનેલી ચા

cloves turmeric tea
cloves turmeric tea
Health Gujarati Tips - ઋતુએ એકવાર ફરી કરવટ બદલી છે અને તડકો અને વરસાદ વચ્ચે લોકો વાયરલ ઈફેક્શનના શિકાર થઈ ગયા છે. આ સમય જો તમે તમારી આસપાસ નજર પણ દોડાવશો તો તમને લોકો ઉધરસ ખાતા અને છીંકતા જોવા મળશે. આવામાં દવાઓ તો જે સ્પીડથી કામ કરશે એ જુદી વાત છે પણ તમારે પોતે પણ કેટલીક ટિપ્સ ફોલો કરવી જોઈએ જે કે વાયરલ ઈંફેક્શનથી બચાવમાં મદદ કરી શકે છે. તો આપણે વધુ દૂર નથી જવાનુ, બસ તમારી રસોઈમાં મુકેલી આ બે વસ્તુઓમાંથી એક કપ ચા બનાવવાની છે અને તેને પીવાની છે. તો આવો જાણીએ આ હર્બલ ટી વિશે.. 
 
વાયરલ ઈફેક્શનમાં પીવો લવિંગ અને હળદરની ચા - Cloves turmeric tea in viral infection
 
વાયરલ ઈફેક્શનમાં લવિંગ અને હળદરની ચા પીવી  તમને આ દરમિયાન અનેક સમસ્યાઓથી આરામ અપાવી શકે છે. પહેલી તો તમે શરદી-તાવની સમસ્યાથી આરામ અનુભવશો અને બીજો આ તમારા ફેફ્સાને શાંત કરવા અને સારો અનુભવ કરાવવામાં મદદ કરશે. તેની પાછળ બે કારણે અને અસર અનેક છે જેવી કે.. 
 
1. એંટીવાયરલ ગુણોથી ભરપૂર છે લવિંગ 
 
એંટીવાયરલ ગુણોથી ભરપૂર લવિંગ, છાતીમાં કફને તોડવામાં મદદ કરી શકે છે. તેના કારણે તમારી ખાંસી ઓછી થઈ શકે છે અને પછી તે તમારા ફેફસાનો સેક કરે છે. આ ઉપરાંત લવિંગનો એક ખાસ ગુણ એ પણ છે કે એ તમારા નૈસલ પેસેજને સાફ કરે છે અને શ્વાસ લેવામાં થઈ રહેલી તકલીફમાં કમી લાવે છે. એટલુ જ નહી ગળાની ખિચખિચને પણ ઓછી કરે છે અને વાયરલ ઈફેક્શનથી બચાવે છે. 
 
2. એંટી ઈફ્લેમેટરી છે હળદર 
હળદર એંટી બેક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને આ વાયરલ ઈફ્કેશનમાં થનારી અનેક સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે.  પહેલા તો આ શરીરના દુખાવામાં આરામ આપે છે અને બીજુ આ ફેફ્સાને સાફ કરવામાં અને કફને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદર ઈમ્યુનિટી બૂસ્ટર પણ છે જે તમારા ઈમ્યૂન સિસ્ટમને સ્ટ્રોંગ કરીને વાયરલ ઈફ્કેશનથી બચવામાં મદદ કરી શકે છે. 
 
તો અડધી ચમચી હળદર લો તેમા 6 થી 7 લવિંગ મિક્સ કરી લો અને બે કપ પાણીમાં નાખીને તેને સારી રીતે ઉકાળો. તેને એટલુ ઉકાળો કે પાણી એક કપ જેટલુ રહી જાય. આવુ કરવાથી હળદર અને લવિંગનુ સારુ મિશ્રણ બની જશે.  હવે તેને ગાળી લો અને પછી આ ચા મા ઉપરથી બે ત્રણ ટીપા લીંબુનો રસ અને મીઠા નાખીને તેનુ સેવન કરો. દિવસમાં બે થી 3 વાર આ ચા પીવો.