બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2023 (15:07 IST)

EYE Conjunctivitis - ચોમાસામાં ગુજરાત સહિત દેશભરમાં આંખો દ્વારા ફેલાય રહી છે આ સંક્રમક બીમારી, જાણો કારણ અને બચાવ માટે અપનાવો આ ટિપ્સ

હાલમાં ગુજરાત, દિલ્હી, નોઈડા સહિત દેશમાં આંખના દર્દીઓમાં વધારો થયો છે. તમને આ સમયે દરેક હોસ્પિટલમાં કંજક્ટિવાઈટિસ આંખના ફ્લૂના દર્દીઓ મળશે. જો કે, આ સ્થિતિ આ વખતે નથી, બલ્કે દર વખતે વરસાદ બાદ કંજક્ટિવાઈટિસ (conjunctivitis) આઈ ફ્લૂની સમસ્યા વધી જાય છે. આમાં ઈન્ફેક્શનને કારણે આંખો ગુલાબી (pink eye)થઈ જાય છે અને પછી તેમાંથી પાણી નીકળવા લાગે છે. આંખોમાં સોજો અને દુખાવો પણ સમય સાથે વધે છે. પરંતુ, સમજવા જેવી વાત એ છે કે કંજક્ટિવાઈટિસની સમસ્યા વર્ષાઋતુમાં અથવા ચોમાસામાં જ થાય છે. 
 
ચોમાસાની ઋતુમાં કેમ વધી જાય છે કંજક્ટિવાઈટિસની બીમારી - Why conjunctivitis is spreading in india during monsoon?
 
ચોમાસામાં બેક્ટેરિયલ, વાયરસ અને ક્લેમાડિયાના ઈંફ્કેશનનું જોખમ વધારે રહે છે.  ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં ભેજને કારણે જ્યાં વાયરસને ફેલાવવાની તક મળે છે, તો બીજી તરફ ભેજને કારણે ચેપ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહે છે. કંજક્ટિવાઈટિસ સાથે પણ એવું જ છે. તે એડેનોવાયરસ, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ અને વેરીસેલા ઝોસ્ટર જેવા વાયરસને કારણે થાય છે. પરંતુ આ ઋતુમાં વધુ પડતો પરસેવો આવવાને કારણે લોકો વારંવાર પોતાની આંખોને ટચ કરે છે અને આ સંક્રમણ ફેલાવવા માંડે છે. 
 
આંખ આવવાની (કંજક્ટિવાઈટિસ)ની  વધી રહી છે સમસ્યા, જાણો તેનુ કારણ અને ઘરેલુ ઉપાયો 
 
 કંજક્ટિવાઈટિસથી કેવી રીતે બચવુ - Prevention Tips for conjunctivitis
 
-વારે ઘડીએ તમારી આંખોને અડકવાથી બચો 
- આંખોને ઠંડા પાણીથી સાફ કરતા રહો 
- તમારુ ટુવાલ અને રૂમાલ કોઈની પણ સાથે શેયર ન કરશો 
- ઘરમાંથી બહાર નીકળતી વખતે ચશ્મા પહેરી રાખો 
- તમારા ઓશિકાનુ કવર સાફ રાખો અને તેને બદલતા રહો 
-  આંખોમાં કાજળ અને મસ્કરા વગેરે લગાવતી વખતે મેકઅપ ટુલ્સની સાફ સફાઈનુ ધ્યાન રાખો 
- આઈ લૈસની સફાઈનુ ખાસ ધ્યાન રાખો. 
 
કંજક્ટિવાઈટિસના દર્દીઓ આ વાતોનુ રાખો ધ્યાન -Tips for conjunctivitis patients
 
જો તમને કંજક્ટિવાઈટિસ થઈ ગયુ છે તો તમારે સૌથી પહેલા બાકી લોકોથી દૂર રહીને એક કાળા ચશ્મા પહેરી લેવા જોઈએ.  આ ઉપરાંત કૉન્ટેક્ટ લૈસ, ટુવાલ અને રૂમાલના ઉપયોગથી બચો. સ્વીમિંગ કરવા ન જવુ અને વધુ તાપમાં ન નીકળશો. ગર્દી હોય એવા સ્થાન પર જવાનુ ટાળો. 
 
આ લક્ષણોથી થઈ જાવ સાવધાન - Conjunctivitis Symptoms
 
આ ઈફ્કેશનથી બચવાનો એક ઉપાય એ પણ છે કે તમને તેના લક્ષણો દેખાતા જ સતર્ક થઈ જાવ અને બીજાને પણ ખુદથી અલગ કરીને ડૉક્ટર પાસે  જાવ. જો તમારી આંખો લાલ થઈ રહી છે, આંખોમાં કંઈક ખુચી રહ્યુ છે અને આંખોમાં ખંજવાળ આવી રહી છે તો લોકોથી દૂર રહો. આ ઉપરાંત જો તમારી આંખો ચોટી રહી છે કે તેના પર સોજો છે અને લાઈટ સેંસિટિવિટી થઈ રહી છે તો પણ ડોક્ટર પાસે જાવ અને તમારુ ચેકઅપ કરાવો.