બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (13:36 IST)

Eye Flu in India - 5 રીતે ફેલાય રહ્યો છે કંજક્ટિવાઈટિસ, જાણો લક્ષણ અને બચવાના ઉપાય

Eye Flu Types - ભારતમાં કંજક્ટિવાઈટિસ ઝડપથી ફેલાય રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગો દ્વારા તેનાથી બચવાની એડવાઈજરી પણ રજુ કરવામાં આવી છે. કંજક્ટિવાઈટિસ, કંજક્ટિવા (આંખનો સફેદ ભાગ)નો સોજો છે. તેને સામનય ભાષામં આઈ ફ્લુના નામથી ઓળખવામાં આવે છે. આઈ ફ્લૂને ખૂબ સંક્રામક માનવામાં આવે છે અને આ ઝડપથે એફેલાય છે. ખાસ કરીને ભીડવાળા સ્થાન પર અને બાળકોમા. ભારતમા સામાન્ય રેતે 5 પ્રકારના આઈ ફ્લૂ ફેલાય રહ્યા છે. તો આવો જાણીએ તેનાથી બચવાના ઉપાય
 
વાયરલ કંજક્ટિવાઈટિસ (Viral Conjunctivitis)  
વાયરલ કંજક્ટિવાઈટિસ સૌથી સામાન્ય પ્રકાર છે અને એક વાયરસના કારણે થાય છે. આ વાયરસ સંક્રામક હોય છે અને કોઈ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી આ વાયરસ થી દૂષિત વસ્તુઓને અડકવાથી ફેલાય શકે છે. તેના લક્ષણોમાં આખોનુ લાલ થવુ, પાણી નીકળવુ, ખંજવાળનો સમાવેશ છે. વાયરલ કંજક્ટિવાઈટિસ માટે કોઈ વિશેષ ઈલાજ નથી અને આ સામનય રીતે 1 થી 3 અઠવાડિયાની અંદર આપમેળે જ ઠીક થઈ જાય છે. જો કે ડોક્ટર્સ આ માટે આઈ ડ્રોપ્સ સજેસ્ટ કરી શકે છે. 
 
બેક્ટેરિયલ કંજક્ટિવાઈટિસ (Bacterial Conjunctivitis)  
બેક્ટીરિયલ કંજક્ટિવાઈટિસ બેક્ટેરિયાને કારણે થાય છે અને તેમા આંખોનુ લાલ થવુ, પાણી નીકળવુ અને ખુંચવુ વગેરે લક્ષણો સમાન્ય છે. આ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી કોઈ વ્યક્તિની સાથે વસ્તુઓ શેયર કરવાથી ફેલાય શકે છે. બેક્ટીરિયલ કંજક્ટિવાઈટિસની સારવાર માટે સામાન્ય રીતે એંટીબાયોટિક આઈ ડ્રોપ આપવામાં આવે છે. તેને ફરીથી રોકવા માટે એંટીબાયોટિક દવાઓનો પુરો ડોઝ લેવો જરૂરી છે. 
 
એલર્જી કંજક્ટિવાઈટિસ (Allergic Conjunctivitis)  
એલર્જી કંજક્ટિવાઈટિસ ધૂળના કણ, પાલતૂ જાનવરોનો ખોળો કે કેટલાક રસાયણો જેવી એલર્જીને કારણે થાય છે. આ વધુ સંક્રામક નથી અને તેનાથી બંને આંખ ઈફેક્ટેડ થાય છે. ઝડપી ખંજવાળ, લાલ થવુ અને ખૂંચવુ તેના સંકેત છે. એલર્જીના સંપર્કથી બચવા અને એંટીહિસ્ટામાઈન આઈ ડ્રોપનો ઉપયોગ કરવાથી આરામ મળી શકે છે. 
 
કેમિકલ કંજક્ટિવાઈટિસ (Chemical Conjunctivitis) 
કેમિકલ કંજક્ટિવાઈટિસ ઉત્તેજક પદાર્થો કે કેમિકલના સંપર્કમાં આવવાથી થાય છે. જેવુ કે સ્વિમિંગ પુલ્ના પાણીમાં ભેળવેલુ ક્લોરીન,  ધુમાળો કે ફ્લોર કે બેસ ક્લીનર્સમાંથી નીકળનારી ગેસ, તેના લક્ષણોમાં આખો લાલ થવી, દુખાવો અને પાણી નીકળવુ ખૂબ કોમ ન છે. આવા મામલામાં આંખોને તરત જ સ્વચ્છ પાણીથી ધોવુ જોઈએ અને તરત જ ડોક્ટરને મળવુ જોઈએ. કારણ કે આવુ કેમિકલ વધુ નુકશાન પણ પહોચાડી શકે છે.

જાઈંટ પૈપિલરી કંજક્ટિવાઈટિસ (Giant Papillary Conjunctivitis): જીપીસી, કંજક્ટિવાઈટિસના ઘણા કોમન રૂપ છે જેમા આંખોની પલકો ઓછી સામન્ય રૂપ છે. જેમા પાંપણની અંદરની કિનારી પર પૈપિલા બની જાય ક હ્હે. આ મોટેભાગે કૉન્ટેક્ટ લેંસ કે ઑક્યૂલર પ્રોસ્થેટિક્સના લાંબા સમય સુધી ઉપયોગને કારણે થાય છે. લક્ષણોમાં ખંજવાળ,  લાલ થવુ અને કૉન્ટેક્ટ લેંચ પહેરતી વખતે પરેશાની થવુ સામેલ છે.