રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (11:23 IST)

Coriander Water Benefits- દરરોજ સવારે ઉઠીને પીવો ધાણાનુ પાણી અહીં જાણો તેના ફાયદા

ધાણાના ઉપયોગ ભારતીય ભોજનમાં ખૂબ માત્રામાં કરાય છે તેના બીયાંના પાઉડર બનાવીને ભોજનમાં ઉપયોગ કરાય છે. તે સિવાય તેના પાનથી ભોજનને ગાર્નિશ કરાય છે. ધાણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી 
સિદ્ધ હોય છે. આવુ દરરોજ ધાણાના પાણી પીવુ તમારા માટે સારુ સાબિત થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે બનાવીએ ધાણાનો પાણી. 
 
ધાણાના પાણી બનાવવાની રીત 
તેના માટે રાત્રે 1 કપ પીવાના પાણીમાં 1 ચમચી ધાણાના બીયાં પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળી લો ત્યારબાદ પાણી પી શકો છો. આ બીયાં સુકાવીને તમે ઉપયોગ પણ કરી શકો છો.. 
 
ધાણાના પાણીના ફાયદા 
- ધાણા ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તેમાં હાજર એંટીઑક્સીડેંટ્સ શરીરમાં ફ્રી રેડિકલને ઓછ કરવામાં મદદ કરે છે. 
- આ પાચનથી સંકળાયેલા સમસ્યાઓને દૂર કરવાના કામ કરે છે. સવારના સમયે તેનો સેવન કરવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે. 
- ધાણામાં વિટામિન K,C અને A ભરપૂર માત્રામાં હોય છે. આ વાળને મજબૂત બનાવવા અને તેને વધારવામાં મદદ કરે છે. 
- ધાણાના પાણીનો દરરોજ સેવન કરાય તો આ સાંધના દુખાવાને ઓછુ કરી શકે છે.