મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (12:10 IST)

Diabetes: તમે બાફેલા ઈંડા ખાઈને પણ બ્લડ શુગર કંટ્રોલ કરી શકો છો

boil eggs
બાફેલા ઈંડા ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. 
બ્લડ શુગર કંટ્રો કરે છે બાફેલા ઈંડા 
 
ડાયાબિટીઝ (Diabetes) એક એવી બીમારી છે જેમા ખાનપાનનુ ખાસ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી હોય છે. આ માત્ર કહેવાની વાત નથી જો તમે ડાયાબિટીજને ખૂબ જ હળવેથી લઈ રહ્યા છો તો આ તમારી આંખો, કિડની અને અહી સુધી કે તમારા દિલને પણ નુકશાન પહોંચાડી શકે છે. ડાયાબિટીઝને કંટ્રોલ કરવા માટે ડાયેટ ચેંજેસ પણ ખૂબ મદદરૂપ બની શકે છે. 
 
જો તમે તમારા ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે ખાવામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને પણ આ શક્ય છે. ડાયાબિટીઝમાં બ્લડ શુગર લેવલ  (Blood Sugar Level)ને ઉપર નીચે થવુ ખૂબ જ સામાન્ય વાત છે. આવામાં જો તમે તમારા આહારમા બાફેલા ઈંડાનો સમાવેસ કરો છો તો આ ખૂબ જ લાભકારી સાબિત થશે. 
 
અનેક લોકો સવારે નાસ્તામાં બાફેલા ઈંડા ખાવા પસંદ કરે છે. કે પછી એમ કહો કે બધા લોકો બટર અને તેલના સેવનથી બચવા માટે આ રસ્તો અપનાવે છે. જો કે બાફેલા ઈંડા ખાવાથી અનેક ફાયદા થાય છે. ઈંડામાં ભરપૂર પ્રોટીન અને બધા અમીનો એસિડ હોય છે જેનાથી તમે હેલ્ધી  રહો છો. ઈંડા ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. સોજો ઓછો રહે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.  રોજ ઈંડા ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીજનો ખતરો પણ ઓછો રહે છે. 
 
જો તમે ડાયાબિટીજના દર્દી છો તો તમને જાણ હોવી જોઈએ કે તમારા ખોરાકમાં પ્રોટીન તમારુ સૌથી સારો નિર્ણય હોઈ શકે છે. જે માટે ઈંડા ખાવા ચોક્કસ રૂપથી તમારા આરોગ્ય માટે અનેક રીતે લાભકારી સાબિત થનારુ છે. ઉલ્લેખનીય છે કે ડાયાબિટીઝના દર્દી જો પોતાના ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ કરે છે તો તેમના બ્લડ શુગર લેવલમાં ઉતાર-ચઢાવ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે.  પ્રોટીન કાર્બોહાઈડ્રેટના વિઘટન પછી કોશિકાઓમાં શુગર અવશોષણને ધીમુ કરી દે છે. 
 
જો તમે બાફેલા ઈંડા જુદી રીતે ખાવા માંગો છો તો તમે ઈંડા સાથે ઝટપટ સ્ટિર ફ્રાઈ ડિશને ટ્રાય કરી શકો છો. જો કે આ વ્યંજનને બનાવતી વખતે એક ચમચીથી વધુ તેલનો ઉપયોગ ન કરશો. તેલનો ઉપયોગ ન કરવા માટે તમે તેને નોન-સ્ટિક પૈનમાં પણ બનાવી શકો છો.