મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (13:36 IST)

Diabetes- આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીઝ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસ એક એવું રોગ છે  જેને સમય પર સારવાર ન કરવાથી તમારી આંખો , નર્વસ સિસ્ટમ બ્લ્ડ વેસ્લ્ડ અને હૃદયની સાથે-સાથે બીજા અંગોને પણ નુકશાન પહોંચાડી શકે છે. એને કંટ્રોલ કરવા અમે અમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવીને ભોજનમાં પૌષ્ટિક આહારને શામેળ કરવું જોઈએ. 
 
કેવી રીતે બને છે ચણાની રોટલી 
ઘઉ અને ચણાના લોટને મિક્સ કરીને રોટલી બનાવાય છે. જેને મિસ્સી રોટલી પણ કહે છે. તેને બનાવવા માટે ચણાનો લોટ એટલે કે બેસન અને ઘઉનો લોટનુ પ્રમાણ 1:2 રાખવુ જોઈએ. જેવુ કે જો એક કપ ઘઉનો લોટ લીધો તો બે કપ ચણાનો લોટ લઈન લોટ બાંધી લો.  પછી તેની રોટલી બનાવો. 
 
ચણાની રોટલીના ફાયદા - ડાયાબિટીસના દર્દીઓ માટે ચણાની રોટલી વરદાન છે. કારણ કે અનેકવાર ડૉક્ટર ફક્ત ઘઉંના લોટની રોટલી ખાવાની મનાઈ કરે છે.  ચણાને મિક્સ કરીને બનાવવાથી રોટલીનો સ્વાદ વધે છે સાથે જ આને ખાવાથી શુગર લેવલ પણ સામાન્ય બન્યુ રહે છે.  તેથી આ રોટલી દર્દીઓને રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે. 
 
 
કેવી રીતે કર છે ફાયદો - ચણાના લોટમાં ગ્લિસેમિક ઈંડેક્સ 70 હોય છે. જ્યારે કે ઘઉના લોટમાં 100 જેટલા હોય છે.  તેથી ચણાના લોટનુ સેવન કરવાથી બ્લડ શુગરની માત્રા નિયંત્રિત રહે છે. ઘઉના લોટ અને ચણાના લોટને મિક્સ કરીને તેનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ સામાન્ય રહે છે. તેની મદદથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. 
 
 
મગજને શાંત રાખવામાં કરે છે મદદ - મિસ્સી રોટલીનુ નિયમિત સેવન કરવાથી ફાઈબરની ભરપૂર માત્રા શરીરને મળે છે. જેને કારણે પાચન તંત્ર યોગ્ય રહે છે.  આયરન અને કેલ્શિયમની ભરપૂર માત્રા હોવાને કારણે તેનુ સેવન મગજના તનાવને ઘટાડવામાં મદદ કરે છે. 
 
અન્ય લોકો પણ કરી શકે છે તેનુ સેવન - ઘઉ અને ચણાની રોટલીને મિક્સ કરીને ખાવાથી ગર્ભવતી મહિલાને પણ લાભ થાય છે.  કારણ કે તેમા રહેલ ફોસ્ફોરસ અને કેલ્શિયમ પેટમાં ઉછરી રહેલા બાળકના હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.