સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (13:25 IST)

શું તમે પણ ચા પીધા પછી પાણી પીવો છો, તો જાણો તેના 4 ગેરફાયદા

Drink Water After Having Tea in gujarati: ચા વધારેપણુ લોકોની પસંદની ડ્રિંક છે. એક કપ ચા સવારે મળી જાય તો મૂડ ફ્રેશ થઈ જાય છે. થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો સવારે અને સાંજે ચા પીવે છે. પણ કેટલાક લોકો એક દિવસમાં 4-5 કપ ચા પી જાય છે. ખાસ કરીને ઓફિસમાં બેસ્યા-બેસ્યા લોકો સૌથી વધારે આ ડ્રિંકનુ સેવન કરે છે. વધારે ચા ના વધારે સેવન નુકશાનકારી (Tea side effects)  છે. તેનાથી ગંભીર રોગો થઈ શકે છે. 
 
ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ
 
1. જ્યારે તમે ચાના થોડા મિનિટ પછી જ પાણી પીવો છો તો તેનાથી તમારી નાકથી લોહી નિકળી શકે છે. ખાસ કરીને ગરમીમાં આવુ કદાચ ન કરવું. હકીકતમાં ચા ગર્મ છે અને પાણી ઠંડુ તો તમને નુકશાન પહોચાડી શકે છે. 
 
2. ચા પીધા બાદ જ પાણી પી લેવાના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેટમાં ગેસ બની શકે છે. પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, પેટ ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. ચા પછી તરત જ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં અલ્સર થઈ શકે છે.
 
3. ગરમ ચા પીધાના 5 મિનિટ પછી તમને પાણી પીવાની ઈચ્છા હોય છે અને તમે ફ્રીઝનુ પાણી પીવો છો તો તેનાથી શરદી-ઉંઘરસ, ગળામાં ખરાશ વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. 
 
4. દાંત માટે ઠંડુ ગર્મ નુકશાનકારી હોય છે. તો જ્યારે તમે ચા પીધા બાદ પાણી પીકો છો તો, દાંતમાં કળતર થઈ શકે છે. પહેલા ગરમ અને પછી ઠંડુ મોંઢામાં લેવાથી મોં ના તાપમાનમાં ફેરફાર થાય છે, જે મસૂડાની નસને નુકસાન પહોંચાડે છે.
Edited By -Monica Sahu