શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 નવેમ્બર 2022 (18:29 IST)

VIDEO: 'માય ઈગ્લિશ ઈઝ ફિનિશ્ડ', પાકિસ્તાની ઝડપી બોલરે રિપોર્ટરના સવાલ પર આપ્યો વિચિત્ર જવાબ

Naseem Shah Video: પાકિસ્તાન ક્રિકેટ ટીમ 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની યજમાની કરવા માટે તૈયારી કરી રહી છે. રાવલપિંડીમાં 1 ડિસેમ્બર (ગુરુવાર)થી રમાનાર પ્રથમ ટેસ્ટ માટે બંને ટીમના ખેલાડીઓ પણ ખૂબ જ ઉત્સુક છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહે પણ મીડિયાના અલગ-અલગ સવાલોના જવાબ આપ્યા હતા.

 
શાહે એંડરસનની કરી પ્રશંસા 
 
શાહને આ દરમિયાન એક પત્રકારે ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના લાંબા કરિયર સાથે જોડાયેલ એક સવાલ પૂછ્યો હતો, જેના પર પાકિસ્તાની બોલરે 40 વર્ષીય ઈંગ્લિશ દિગ્ગજ ખેલાડીની પ્રશંસા પણ કરી હતી. નસીમે કહ્યું કે આ એક મોટી ઉપલબ્ધિ છે, હું ફાસ્ટ બોલર છું તેથી મને ખબર છે કે તે કેટલું મુશ્કેલ છે. તે એક મહાન ખેલાડી છે, અમે તેમની પાસેથી ઘણું શીખ્યા છીએ. જ્યારે અમારી મુલાકાત થઈ ત્યારે અમે આ વિશે પણ વાત કરી. તે 40 વર્ષની ઉંમરે પણ રમી રહ્યા છે અને ફિટ છે જેથી તમે કલ્પના કરી શકો કે તે કેટલું મુશ્કેલ છે. 
 
રિપોર્ટરને ઈગ્લિશ સવાલ પર રોક્યો 
 
પત્રકારે  આ દરમિયાન શાહને ઝડપ અને સ્કિલને લઈને સવાલો પૂછ્યા હતા, પરંતુ આ વખતે પાકિસ્તાની બોલરે તેમને અધવચ્ચે જ રોક્યા અને વિચિત્ર નિવેદન આપ્યું. નસીમે અંગ્રેજીમાં કહ્યું કે ભાઈ મારી પાસે ફક્ત 30 ટકા જ ઈગ્લિશ છે. મારી ઈગ્લિશ હવે પુરી થઈ ગઈ છે.  અવુ બોલીને નસીમ પોતે પણ હસી પડ્યા.
 
એંડરસનને બતાવ્યો મહાન 
 
રિપોર્ટરે જો કે તેમને ફરી પ્રશ્ન  પ્રશ્ન ફરી પૂછ્યો અને પાકિસ્તાની બોલરે કહ્યું કે એન્ડરસન પાસે ઘણો અનુભવ છે અને તે રમતને સારી રીતે સમજે છે. તે બધું જ જાણે છે. તે જાણે છે કે વિકેટ કેવી રીતે લેવી કારણ કે તે આખી દુનિયામાં ક્રિકેટ રમ્યો છે. એટલા માટે તે શ્રેષ્ઠ બોલર છે.