ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (00:51 IST)

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

how to knead dough
Dough Kneading: આંતરડાને હેલ્ધી રાખવા ખૂબ જરૂરી છે. લોટમાં જો તમે કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાશો તો ગટ હેલ્થ ઠીક રાખવામાં મદદ મળે છે. તમે સાંભળ્યુ હશે કે તમે એવા જ બનશો જેવુ  તમે ખાવ છો.  આપણો ખોરાક આપણા શરીરને પોષણ આપવાની સાથે સાથે આપણા પાચનતંત્રને  પણ  અસર કરે છે. સ્વસ્થ આહાર આપણને ઊર્જાવાન તો બનાવે જ છે સાથે સાથે અનેક રોગોથી પણ બચાવે છે.
 
આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેને તમે તમારી પાચનતંત્રને સ્વસ્થ રાખવા અને તમારા આંતરડાને સાફ રાખવા માટે તમારી દિનચર્યામાં સામેલ કરી શકો છો. ચાલો જાણીએ.
 
લોટમાં મિક્સ કરી લો 4 વસ્તુઓ
 
ઓટ્સઃ ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે પાચનને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. લોટમાં થોડો ઓટ્સ પાવડર ઉમેરીને રોટલી બનાવો.
 
અજમો : અજમો  પાચન એંજાઈમોને સક્રિય કરે છે અને પેટનો ગેસ ઘટાડવામાં મદદ કરે છે. તેને થોડી માત્રામાં લોટમાં મિક્સ કરીને રોટલી બનાવો.
 
જીરું: જીરું પાચન સુધારવામાં અને ભૂખ વધારવામાં મદદ કરે છે. તેને થોડું વાટીને લોટમાં મિક્સ કરો.
 
દહીં- દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે લોટમાં દહીં મિક્સ કરી શકો છો અથવા રોટલી બનાને તેને દહીં સાથે ખાઈ શકો છો.
 
અન્ય ઉપયોગી ટીપ્સ
- પૂરતા પ્રમાણમાં પાણી પીવોઃ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે પાચન સુધારવામાં મદદ કરે છે.
- સંતુલિત આહાર લો: તમારા આહારમાં ફાઈબરયુક્ત ફળો, શાકભાજી અને કઠોળનો સમાવેશ કરો.
- તળેલા અને જંક ફૂડને ટાળો: તળેલા અને જંક ફૂડથી દૂર રહો કારણ કે તે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
-  નિયમિત વ્યાયામ કરો: નિયમિત કસરત પાચન સુધારવામાં મદદ કરે છે.