બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 25 જુલાઈ 2021 (08:37 IST)

Drink water Tips- ચાની જગ્યા ખાલી પેટ પાણી પીવુ... જાણો તેના ફાયદા

પાણીના વગર જીવન શક્ય નથી. સારા આરોગ્ય માટે રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવુ ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો સવારે ખાલી પેટ પાણી પીવામાં આવે તો તેનુ મહત્વ વધી જાય છે. પથારીમાંથી ઉઠતા જ 
ઓછામાં ઓછા 4 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તેનાથી પાચન ક્રિયા ઠીક રહે છે. સાથે જ તમે અનેક બીમારીઓથી બચી શકો છો. 
 
ધીરે ધીરે બનાવો આદત 
રોજ ખાલી પેટ પાણી પીવાની પ્રક્રિયાને વોટર થેરેપી ટ્રીટમેંટ કહે છે. રોજ સવારે ખાલી પેટ પાણી પીવાની પ્રક્રિયા વોટર થેરેપી ટ્રીટમેંટ કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલા અને પાણી પીવાના એક કલાક પછી કશુ જ ન ખાશો પીશો. ઠોસ આહાર તો ભૂલથી પણ ન લેશો.  શરૂઆતમાં એક લીટર પાણી પીવુ થોડુ મુશ્કેલ હોય છે. પણ ધીરે ધીરે તમને તેની આદત થઈ જશે.  પહેલા 2 ગ્લાસ પાણી પીવો ત્યારબાદ 2 મિનિટ પછી 2 ગ્લાસ પાણી પીવો.  આ પ્રક્રિયાની શરૂઆત કરશો તો શક્ય છે કે તમને એક કલાકમાં 2 થી 3 વાર પેશાબ માટે જવુ પડે પણ થોડા સમય પછી શરીર આટલા પાણીથી ટેવાય જશે અને તમારી આ સમસ્યા પણ દૂર થઈ જશે.  
 
પાણી પીવાથી દૂર ભાગે છે બીમારીઓ 
જાપાનની મેડિકલ પદ્ધતિનુ માનીએ તો વોટર ટ્રીટમેંટની મદદથી જૂની અને ગંભીર બીમારીઓ ઠીક થવામાં મદદ મળે છે. આ ઉપરાંત વોટર ટ્રીટમેંટથી માથાનો દુખાવો, અર્થરાઈટિસ, હ્રદયની તેજ ગતિ, 
 
ઈપલિપ્સી, બ્રોંકાઈટિસ, અસ્થમા, ટીબી, મૈનિંઝાઈટિસ, કિડની અને યૂરીન સાથે સંકળાયેલી બીમારીઓને નિયંત્રિત કરી શકાય છે. આટલુ જ નહી પાણી પીવાના આ સારવારથી ઉલટી, ગેસની સમસ્યા, ડાયેરિયા, 
બવાસીર, મધુપ્રમેહ, કબજિયાત, આંખો સાથે સંકળાયેલ સમસ્યા, કૈસર, માસિક ધર્મમાં અનિયમિતતા, કાન, નાક અને ગળા સાથે સંકળાયેલી બીમારીઓ અને અહી સુધી કે દિલ સાથે સંકળાયેલી બીમારીઓ પણ 
કાબૂમા લાવી શકાય છે. 
 
ઉપચારની રીત 
- સવારે ઉઠતા સાથે જ અને બ્રશ કરતા પહેલા 4 ગ્લાસ પાણી પીવો 
- બ્રશ કરવાના 45મિનિટ સુધી કશુ ન ખાશો કે પીશો 
- નાસ્તો, લંચ અને ડિનરના 15 મિનિટ પછીથી આગળના બે કલાક સુધી કશુ ખાશો કે પીશો. 
- વૃદ્ધ અને બીમાર લોકો માટે 4 ગ્લાસ પાણી પીવુ મુશ્કેલ હોય છે. તેઓ થોડી માત્રાથી શરૂઆત કરી પછી તેને વધારી શકે છે.