ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (15:40 IST)

શિયાળામાં ખાવ આ 11 Dry Fruits સુંદર અને સ્વસ્થ રહો

શિયાળાના દિવસોમાં ખાસ કરીને ખાસ વસ્તુઓનો સેવન કરવું ફાયદાકારી હોય છે. જાણો એવી 11 વસ્તુઓ જેના પ્રયોગ શિયાળામાં રાખશે તમારા આરોગ્ય, સુંદરતા અને મગજનો ખાસ ખ્યાલ 
 
1.ખસખસ - પલાળેલી ખસખસ ખાલી પેટ ખાવાથી મગજમાં તાજગી અને દિવસભર ઉર્જા બની રહે છે. તમે ઈચ્છો તો ખસખસ વાળો દૂશ કે પછી ખસખસ અને બદામનો હલવો પણ ખાઈ શકો છો. 
 
2. કાજૂ- તેમાં કેલોરી વધારે હોય છે. ઠંડમાં શરીરનો તાપમાન નિયંત્રિત રાખવા માટે વધારે કેલોરીની જરૂર હોય છે. કાજૂથી કેલોરી મળે છે જેનાથી શરીર સ્વસ્થ રહે છે. 
 
3. બદામ- આ મગજને તેજ કરવામાં સહાયક હોય છે. ઠંડના સમયે તેને ખાવાથી પ્રોટીન કેલ્શિયમ મળે છે. તેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી કે પછી દૂધ સાથે કે હલવો બનાવો. 
 
4. અખરોટ- કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક હોય છે. તેમાં ફાઈબર, વિટામિન એ અને પ્રોટીન રહે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 
5. અંજીર- તેમાં આયરન હોય છે, જે લોહી વધારવામાં મદદગાર હોય છે. 
6. ચ્યવનપ્રાશ- ચ્યવનપ્રાશ દરરોજ ખાવાથી શરીરનો પાચનતંત્ર સુદૃઢ હોય છે, સ્ફૂર્તિ બની રહે છે. 
7. ગજક- આ ગોળ અને તલથી બનેલી હોય છે. ગોળમાં આયરન, ફાસ્ફોરસ વધારે માત્રામાં હોય છે. તલમાં કેલ્શિયમ વસા હોય છે તેના કારણે શિયાળામાં શરીરને વધારે કેલોરી મળે છે અને શરીરનો તાપમાન પણ નિયંત્રિત રહે છે. 
8. ખજૂર્- તેમાં આયરનની સાથે મિનરલ્સ અને વિટામિન હોય છે. તેને ઠંડમાં 20 થી 25ગ્રામ દરરોજ લેવું જોઈએ. 
9. દૂધ- રાત્રે સૂતા સમયે કેસર, આદું, ખજૂર, અંજીર, હળદર દૂધમાં નાખી લેવું જોઈએ. શિયાળામાં થતી શરદી-ઉંઘરસથી બચાવ હોય છે. 
10. ગુંદરના લાડુ- આ ઋતુમાં ગુંદરના લાડું આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. 
11. મિક્સ દાળના લાડું- દાળમાં પ્રોટીન હોય છે. આ વાળ ખરવાથી રોકે છે અને શરીરને સ્ફૂર્તિ આપે છે.