ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Tips - શુ ગરમીમાં ઈંડા ખાવા નુકશાનદાયક છે ? જાણો હકીકત

ઈંડા ખાવા કોણે પસંદ નથી. હવે તો એગ લવર્સ એ ખુદને એગ્ગિટેરિયન ની કેટેગરીમાં મુકી દીધા છે. એટલે કે આ લોકો માંસ નથી ખાતા પણ ઈંડા ખાય છે. ઈંડામાં પોષક તત્વો ભરપૂર છે.  ઈંડાના પીળા ભાગમાં 90 ટકા કેલ્શિયમ અને આયરન જોવા મળે છે અને તેના સફેદ ભાગમાં લગભગ અડધુ પ્રોટીન હોય છે.  દેખીતુ છે કે ઈંડા પોષક તત્વોનુ સારુ સ્ત્રોત છે.  પણ આમ છતા આ સવાલ કાયમ રહે છે કે આ ભયંકર ગરમીમાં તેને ખાવા જોઈએ કે નહી ? 
 
આ ધારણા ખોટી છે કે ગરમીમા ઈંડા ખાવા આરોગ્ય માટે નુકશાનદાયક હોય છે. આહાર વિશેષજ્ઞ મુજબ ગરમીમા ઈંડા ખાવા સંપૂર્ણ રીતે ઠીક છે. પણ તેને સીમિત માત્રામાં ખાવા જોઈએ.  તેમા અનેક પ્રકારના ખનીજ અને વિટામિન હોય છે જેને કારણે તમારા શરીરમાં આખો દિવસ ઉર્જાનુ  સ્તર બની રહે છે.  ઈંડા શરીરમાં ગરમી પેદા કરે છે. જેને કારણે શરીરમાં અપચો અને બેચેની જેવી ફરિયાદ થઈ શકે છે.   આ સત્ય છે કે ઈંડા શરીરમાં ગરમીનુ કારણ બની શકે છે. પણ જો તેને સીમિત માત્રામાં ખાવામા6 આવે તો આ સારુ પૌષ્ટિક ભોજન બની શકે છે.  તમને સલાહ છે કે તમે રોજ 2 ઈંડા સુધી ખાઈ શકો છો. તેનાથી વધુ નહી. કારણ કે આ તમારા શરીરમાં ગરમી વધારી શકે છે.  આંતરડામાં સમસ્યા આવી શકે છે. 
 ઈંડાના ફાયદા 
 
પોષક તત્વોનો સારો સ્ત્રોત - ઈંડા પોષક તત્વોનો એક સારો સ્ત્રોત છે. જેમા વિટામિન બી2, ઓછી માત્રામાં વસા અને કોલેસ્ટ્રોલ, ઉચી માત્રામાં પ્રોટીન હોય છે. ઈંડાનો સફેદ ભાગમાં સેલેનિયમ, વિટામિન ડી, બી6, બી12 અને જિંક, કોપર અને આયરન જેવા ખનીજ છે. ઈંડાની જર્દીમાં વધુ કૈલોરી અને ફૈટ હોય છે. આ અનેક પોષક તત્વ શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. 
 
1. વજન ઘટાડવામાં લાભકારી - ઈંડા ખાવાથી વજન ખરેખર ઘટી શકે છે. નાસ્તામાં ઈંડા ખાવાથી વધુ વજન વાળા લોકોની તૃપ્તિ વધે છે. જે તેમને વધુ ખાવાથી રોકે છે અને તેનાથી તેમને વજન ઘટાડવામાં મદદ મળે છે. 
 
2. મોતિયાબિંદને રોકે છે - ઈંડાનુ સારુ સેવન કરવાથી સ્વસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે. ઈંડા એંટીઓક્સિડેટ્સ જેવા લિટ્યૂન અને જેકૈક્ટીનનુ એક મોટુ સ્ત્રોત છે. જે આખો સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડા ખાવાથી સ્વસ્થ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે. 
 
3.  હાડકાની રક્ષા - ઈંડામાં વિટામિન ડી હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. વિટામિન ડી કેલ્શિયમ અવશોષન માટે જરૂરી છે. જે આપણા હાડકાની દેખરેખ કરે છે. તેથી ઓસ્ટિયોપોરોસિસને રોકવામાં ઈંડા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડામાં વિટામિન ડી હોય છે. 
 
4. સ્વસ્થ વાળ અને ત્વચા માટે જરૂરી - ઈંડાનુ સેવન કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.  કારણ કે તેની અંદર સલ્ફર અને એમિનો એસિડની ઉચ્ચ માત્રા હોય છે. જે સ્વસ્થ વિકાસને પ્રોત્સાહિત કરનારા વિટામિન અને ખનીજની વિસ્તૃત શૃંખલા હોય છે. ઈંડાનુ સેવન કરવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે. 
 
હવે દેખીતુ છે કે તમે કોઈપણ વગરના સંકોચ વગર ગરમીની ઋતુમાં ઈંડાનો આનંદ ઉઠાવી શકો છો. જો કે રોજ 1-2થી વધુ ઈંડા ન લેવા જોઈએ.